ઈટલીમાં નિષ્ણાંતોએ લોકોને એક બીજાથી એક મીટરનું અંતર રાખીને ચાલવા અને રહેવાની સલાહ આપી છે. સ્થાનિક પ્રશાસને સિનેમા અને થિયેટરો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક લોકોને સલાહ અપાય છે કે એકબીજા સાથે હાથ ન મિલાવવા અને ભેટવું નહીં. સરકારના તમામ પ્રયાસો પછી પણ ઈટલીમાં પરિસ્થિતિ કાબુ હેઠળ નથી આવી રહી અને કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે.
ઈટલીમાં કોરોના ફેલાવાને પગલે શાળાઓ 15મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વડાપ્રધાન પાલાઝો ચિગીએ વધુ નોટિસ ન મળે ત્યાં સુધી જાહેર સ્થળોના પ્રવાસને લગતા નિયંત્રણો જાહેર કર્યા છે. સ્થાનિક શિક્ષણ પ્રધાને 15મી માર્ચથી શૈક્ષણિક કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાથી બચવા આ બાબતો રાખો ધ્યાનમાં
1.કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ. ખાંસી દરમિયાન ટિશ્યૂ મોં પર રાખવું ને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેકી દેવું.
2.હાથ ધોવા માટે સેનિટાઇઝર કે ઉચ્ચ ગુણવત્તાવાળા સાબુનો ઉપયોગ કરો. 20 સેંકડ સુધી હાથ પર સાબુ કે સેનિટાઇઝર લગાડી રાખવું જોઈએ. જે બાદ સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા જોઈએ કે ડ્રાયરથી હાથ સુકવવા જોઈએ.
3. ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો.
4. ઈન્કેક્ટેડ કે અજાણી વ્યક્તિના વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા બાદ સાબુથી સારી રીતે ધોઈ નાંખો.
5. બજારમાંથી ખરીદેલા કોઈપણ ખાદ્ય પદાર્થને કાચા ન ખાવ. માંસ કે લીલી શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ.
6. જો તમે શરદી, ખાંસી, તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો. આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો.
7. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રીતે પાલન કરો.