વિશ્વમાં ફરીથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. યુરોપિયન દેશોમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં આવેલા કોરોનાના કેસોએ ફરી ચિંતામાં વધારો કર્યો છે. ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. મંગળવારે ઇટાલીમાં 132,274 કેસ નોંધાયા હતા. જ્યારે 94 લોકોના મોત થયા છે.
ઇટાલીના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરી પછી પ્રથમ વખત કેસ 100,000 ને વટાવી ગયો છે. ઇટાલી વિશ્વનો 8મો દેશ છે જ્યાં કોરોનાના કારણે સૌથી વધુ મોત થયા છે. હાલમાં વિશ્વમાં કોરોનાના લગભગ બે કરોડ એક્ટિવ કેસ છે.
ઓમિક્રોન વેરિઅન્ટમાં ફરીથી મ્યૂટેશન
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટમાં ફરીથી મ્યુટેશન થયું છે અને તેનું નવું સબ વેરિઅન્ટનોં ખુલાસો થયો છે. BA.5 વેરિઅન્ટે પોર્ટુગલ સહિત કેટલાક દેશોમાં તબાહી મચાવી છે. અહીં, એક ઇઝરાયેલના વૈજ્ઞાનિકે ટ્વિટર પર દાવો કર્યો છે કે ભારતમાં ઓમિક્રોનનું નવું સબ-વેરિયન્ટ BA.2.75 મળી આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ભારત ઉપરાંત 7 વધુ દેશોમાં BA.2.75ના કેસ નોંધાયા છે.
ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ ગયા વર્ષે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો. ઓમિક્રોન એ અત્યાર સુધીનો સૌથી ચેપી વેરિઅન્ટ છે. જો કે બાકીના વેરિઅન્ટ કરતા તેને ઓછો ગંભીર અને ઓછો ચેપી માનવામાં આવે છે. ઓમિક્રોનના અનેક સબ વેરિયન્ટ નોંધાયા છે.
ભારતમાં કોરોનાના વધતા જતા કેસ માટે ઓમિક્રોન અને તેના સબ વેરિઅન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું. સરકારે કહ્યું કે ઓમિક્રોનના ચાર સબ વેરિઅન્ટ - BA.2, BA.2.38, BA.4 અને BA.5 – કેસમાં વધારો કરી રહ્યા છે. પરંતુ હવે અન્ય નવા સબ-વેરિઅન્ટ BA.2.75ના કેસ આવતા ટેન્શનમાં વધારો થયો છે.