નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખા પરિવાર સાથે ભારત આવી રહ્યા છે. પત્ની મેલેનિયા ટ્રમ્પ સિવાય તેમની સાથે દીકરી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જૈરેડ કુશનેગર પણ આવશે. ટ્રમ્પ તો પ્રથમવાર ભારત આવી રહ્યા છે પરંતુ ઇવાન્કા ટ્રમ્પ આ અગાઉ વર્ષ 2017માં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા ભારત આવી ચૂકી છે.

ઇવાન્કા પોતાના પિતા ટ્રમ્પની સૌથી લાડલી છે અને આ પાછળનું કારણ તેની હોશિયારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઇવાન્કા જેટલી સુંદર છે એટલી જ હોશિયાર છે. કોઇ સુપરમોડલને ટક્કર મારે તેવી ઇવાન્કા વ્હાઇટ હાઉસમાં પોતાના પિતા ટ્રમ્પની મુખ્ય સલાહકાર છે.

ઇવાન્કા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રથમ પત્નીની દીકરી છે. અમેરિકાની રાજનીતિમાં તેની ઓળખ ફર્સ્ટ ડોટર તરીકે છે પરંતુ ઇવાન્કાએ પોતાના દમ પર મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કર્યું છે. અમેરિકાની રાજનીતિમાં આવ્યા અગાઉ મોડલ રહી ચૂકેલી ઇવાન્કાએ ફેશન ઇન્ડસ્ટ્રિમાં ધાક જમાવી છે.

ઇવાન્કા લગભગ 2 હજાર કરોડ રૂપિયાની માલકીન છે. તેની પોતાની એક મોટી ફેનશ બ્રાન્ડ હતી. ઇવાન્કા બ્રાન્ડના કપડા, જૂતા, હેન્ડબેગ્સ અને ઘરેણા અમેરિકામાં જાણીતા હતા. 1997માં ઇવાન્કાને મિસ ટીમ યુએસએ પ્રતિસ્પર્ધાનું આયોજન કર્યુ. ઇવાન્કાના પતિ જૈરેડ કુશનર રિયલ એસ્ટેટ બિઝનેસમેન સાથે સાથે ટ્રમ્પ સરકારમાં સલાહકાર છે.
ઇવાન્કા અને જૈરેડના લગ્ન વર્ષ 2009માં થયા હતા. બંન્નેના ત્રણ બાળકો છે. એક દીકરી અને બે દીકરા છે. ઇવાન્કા ફક્ત 11 વર્ષની હતી ત્યારે 1992માં ટ્રમ્પ અને તેમની પ્રથમ પત્ની અલગ થઇ ગયા હતા. ઇવાન્કાએ 16-17 વર્ષની ઉંમરમાં મોડલિંગ શરૂ કર્યું હતું. જોકે, તેને બિઝનેસમાં રસ હોવાના કારણે તે વર્ષ 2005માં પોતાના પિતા સાથે સતાવાર રીતે જોડાઇ હતી.