જોનસન એન્ડ જોનસન કંપનીએ ગુરુવારે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો છે કે તેની રસી ડેલ્ટા વેરિઅન્ટ પર વધારે અસરદાર છે અને તેનો સિંગલ ડોઝ ડેલ્ટા વેરિઅન્ટને બેઅસર કરે છે અને વ્યાપક રીતે સંક્રમણ વિરૂદ્ધ 8 મહિના સુધી ઇમ્યૂનિટી બનાવી રાખે છે. કંપનીએ કહ્યું કે, રસી લેનારમાં ડેલ્ટ સહિત તમામ ગંભીર વેરિઅન્ટ વિરૂદ્ધ ઓછામાં ઓછા આઠ મહિના સુધી મજબૂત ન્યૂટ્રાઈલાઇઝિંગ એન્ટીબોડી બનતી જોવા મળી છે. બીજી બાજુ સીડીસી અનુસાર આવનારા સપ્તાહમાં ડેલ્ટા વેરિઅન્ટથી અમેરિકામાં ચેપ ઝડપથી ફેલાવાવની શક્યતા છે.
જોનસન એન્ડ જોનસન કંપનીના અધિકારી જોહાન વાન હૂફે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, ‘અમે ખૂબ જ ખુશ છીએ, વાસ્તવમાં અમે આશ્વસ્ત છીએ કે હાલમાં બૂસ્ટરની કોઈ જરૂરત નથી અને અમ સુરક્ષિત છીએ.”
સાથે જ કહ્યું કે, રસીનો પ્રથમ ડોઝ લીધાના 29 દિવસની અંદર જ તેણે ડેલ્ટા સંસ્કરણે બેઅસર કરી દીધું અને સમયની સાથે સારી ઇમ્યૂનિટી પણ બની. વૈન હૂફે કહ્યું કે, કંપનીને નથી લાગતું કે જે લોકોને રસી આપવામાં આવી છે તેમને એક વર્ષ સુધી બૂસ્ટરની જરૂરત પડશે. માટે ફોર્મ્યૂલેશન બદલવાની કોઈ જરૂરત નથી.
એન્ટીબોડીની સંખ્યાને વધારે છે બીજો ડોઝ
કંપનીના ડેટા અનુસાર એન્ટીબોડીની સંખ્યા જેને ટાઈટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે, તે દક્ષિણ આફ્રીકામાં પ્રથમ વખત મળી આવેલ બીટા વેરિઅન્ટની તુલનામાં ઘણી વધારે હતી. માટે રસીનો બીજો ડોઝ કોઈ વ્યક્તિની એન્ટીબોડીની સંખ્યા વધારવા માટે ઓળખાય છે.
ટી કોશિકાઓ બનવા પર થઈ રહ્યું છે રીસર્ચ
જાણકારી અનુસાર કંપની ટી કોશિકાઓના બનવાને લઈને પોતાની રસીની ક્ષમતાનું પણ રીસર્ચ કરી રહી છે, જે તેની સુરક્ષાત્મક શક્તિનો વધુ એક માપદંડ છે.
Coronavirus: દેશમાં કોરોનાથી મરનારા લોકોનો આંકડો 4 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 853 લોકોના મોત
Gujarat Corona Cases: કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 84 નવા કેસ, 300 દર્દીઓ થયા સાજા