પાકિસ્તાનમાં આતંકી મસૂદ હજરની હાજરીને લઇને હવે પાકિસ્તાન બોલી રહ્યું છે કે જૈશ-એ-મહોમ્મદનું પાકિસ્તાનમાં અસ્તિત્વ જ નથી. સંયુક્ત રાષ્ટ્ર અને પાકિસ્તાન દ્વારા પણ આ આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને પાકિસ્તાન એ વાતની પણ સ્પષ્ઠતા કરે છે કે તે કોઇપણ જાતના દબાવમાં આવીને કામ નથી કરી રહ્યું.
ગયા મહિને કુરૈશી એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે જૈશ-એ-મહોમ્મદનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને સરકાર તેના વિરુદ્ધ ત્યારે જ પગલા ઉઠાવી શકે તેમ છે જ્યારે ભારત દ્વારા આ આતંકી વિરુદ્ધ કોઇ નક્કર પુરાવા જાહેર કરવામાં આવે. જ્યારે બીજી બાજુ ગફૂર જણાવે છે કે આ મામલે પાકિસ્તાન પર દોષારોપણ કરવાને બદલે આ સમય છે કે દુનિયાના દેશો આતંકવાદી સંગઠનને ડામવા માટે પાકિસ્તાનની મદદ કરે.