ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં "The Human Cost of Terrorism" નામના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતી વખતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિશ્વને હવે આતંકવાદ સામે એક થવું પડશે. તેમણે વૈશ્વિક સમુદાયને એક થવા વિનંતી કરી અને કહ્યું હતું કે આતંકવાદીઓને કોઈ છૂટ ન મળવી જોઈએ.
વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, 'આતંકવાદીઓને કોઈપણ સંજોગોમાં છૂટ ન આપવી જોઈએ. તેમને પ્રોક્સી તરીકે જોવાનું બંધ કરો અને કોઈપણ પ્રકારના પરમાણુ બ્લેકમેઇલિંગને વશ થવું જોઇએ નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહલગામ હુમલા પર ભારતનો પ્રતિભાવ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સંદેશને રેખાંકિત કરે છે.
'ઓપરેશન સિંદૂર' અને પહલગામ હુમલાનો ઉલ્લેખ
જયશંકરે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો જેમાં 26 લોકો નિર્દયતાથી માર્યા ગયા હતા. તેમણે કહ્યું હતું કે આ ઘૃણાસ્પદ કૃત્યની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે કે તેના ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે અને ન્યાય મળે.
'આતંકવાદ દરેક જગ્યાએ શાંતિ માટે ખતરો છે'
જયશંકરે કહ્યું હતું કે, "હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આતંકવાદ ગમે ત્યાં હોય પણ તે સમગ્ર વિશ્વની શાંતિ માટે ખતરો છે. તેથી, કોઈપણ દેશ દ્વારા પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવો અને તેની સામે પગલાં લેવા જરૂરી છે. આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. તે સંયુક્ત રાષ્ટ્રના તમામ સિદ્ધાંતોની વિરુદ્ધ છે, જેના માટે માનવ અધિકારો, નિયમો અને ધોરણો છે"
પ્રદર્શનમાં બતાવામાં આવી આતંકવાદની ભયાનકતા
જયશંકરે પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે મોટી સંખ્યામાં હાજર યુએન રાજદૂતો, યુએનના વરિષ્ઠ કર્મચારીઓ, અધિકારીઓ અને રાજદૂતોને સંબોધિત કર્યા. ડિજિટલ પ્રદર્શનમાં વિશ્વભરમાં કરવામાં આવેલા ભયાનક આતંકવાદી હુમલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
પ્રદર્શનમાં 1993ના મુંબઈ વિસ્ફોટ, 2008ના મુંબઈ હુમલા અને 2024ના પહલગામ હુમલા જેવી ઘટનાઓના ભયાનક દ્રશ્યો અને વિગતોનો સમાવેશ થાય છે. તે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓના નામ પણ પ્રકાશિત કરે છે. જયશંકરે કહ્યું હતું કે આ પ્રદર્શન એ લોકોનો અવાજ છે જેઓ હવે બોલી શકતા નથી, જેઓ આપણાથી દૂર થઈ ગયા છે અને આતંકવાદના વિનાશથી નાશ પામેલા જીવનની યાદ અપાવે છે. આ તે નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ છે જેમના જીવન આતંકવાદ દ્વારા છીનવાઈ ગયા હતા."
વૈશ્વિક સમુદાયની સહિયારી જવાબદારી
જયશંકરે પોતાના સંબોધનમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી અને કહ્યું, "આતંકવાદનો તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સામનો કરવાની આપણી બધાની સહિયારી અને તાત્કાલિક જવાબદારી છે. અહીં ફક્ત યાદ જ નહીં, પરંતુ પ્રતિબદ્ધતાની જરૂર છે."
તેમણે કહ્યું હતું કે આ પ્રદર્શન આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સનો મોટો સંદેશ છે. તેમણે કહ્યું હતું કે, "આતંકવાદીઓને કોઈ છૂટ મળવી જોઇએ નહીં. પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકવું જોઇએ નહીં. આતંકવાદનું સમર્થન કરનારાઓને ખુલ્લા પાડવા જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ. આતંકવાદ દરેક જગ્યાએ શાંતિ માટે ખતરો છે