Japan Bullet Train: ભારતમાં છેલ્લા ઘણા સમયથી બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જાપાનની રેલવે ટેકનિકલ સર્વિસિસ (JARTS) મદદ કરી રહી છે. જાપાન રેલ્વે ટેક્નિકલ સર્વિસીસ (JARTS) ના 20 નિષ્ણાતોની ટીમ મુંબઈ-અમદાવાદ HSR કોરિડોરના T-2 237 કિમી વાપી-વડોદરા પેકેજ માટે હાઈ-સ્પીડ રેલ (HSR) ટ્રેક બિછાવવા માટે 1000 ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનને તાલીમ આપી રહી છે.
જાપાનની કંપની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ લાંબા સમય સુધી ટ્રેકને કાર્યક્ષમ બનાવવા માટે બેલાસ્ટ વિના સ્લેબ ટ્રેક બનાવવાની ટેક્નોલોજી પર કામ કરી રહી છે. ટ્રેક બનાવવા માટે જાપાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રૅક બનાવવાની જગ્યાએ માત્ર પ્રશિક્ષિત અને પ્રમાણિત એન્જિનિયરો/ટેકનિશિયન જ કામ કરશે.
રેલવે ટ્રેક માટે એચએસઆર ટેકનોલોજી જરૂરી છે
જાપાન રેલ્વે ટેકનિકલ સર્વિસીસ (JARTS) શિંકનસેન એચએસઆર ટેક્નોલોજીના ટ્રાન્સફરમાં પણ મદદ કરશે. રેલ્વે ટ્રેક HSR ટેક્નોલોજી સિસ્ટમથી જ બનાવી શકાય છે. આને બનાવવા માટે, ઉચ્ચ સ્તરની સાથે, ચોકસાઈ પણ જરૂરી છે, જે શિંકનસેનને જ આપવામાં મદદ કરશે. જાપાની કંપની 15 અલગ-અલગ ટ્રેક પર કામ કરી રહી છે.
આ માટે, લોકોને સાઇટ પર મેનેજમેન્ટની પદ્ધતિઓ વિશે તાલીમ આપવામાં આવશે. આ સાઇટ્સ પર ટ્રેક સ્લેબ બનાવવાના કાર્યોમાં કોંક્રિટ ટ્રેક-બેડ બનાવવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો માટે જરૂરી તાલીમ અને આઈડિયા આપવાનું કામ જાપાનીઝ કંપની કરશે. આ માટે સુરત ડેપો ખાતે ત્રણ ટ્રેઇલ લાઇન સાથેની તાલીમની સુવિધા પણ ખાસ શરૂ કરવામાં આવી છે.
એનએચએસઆરસીએલના ડાયરેક્ટર તાલીમ અંગે જણાવ્યું હતું
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદે જાપાની કંપની વતી જણાવ્યું હતું કે ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનો માટે જાપાનીઝ હાઈ સ્પીડ રેલ ટ્રેક સ્લેબ સિસ્ટમ ટેક્નોલોજી શીખવાની આ એક સુવર્ણ તક છે. આ પ્રોજેક્ટમાં 20 જાપાનીઝ નિષ્ણાતો દ્વારા 1000 થી વધુ ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનને તાલીમ આપવામાં આવશે.
નોંધનીય છે કે, અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ 8ને બદલે 3 કલાકમાં પહોંચી જવાશે. BKC મુંબઈ-થાણે-વિરાર-વાપી-બીલીમોરા-સુરત-ભરૂચ-વડોદરા-આણંદ નડિયાદ-કાલુપુર અમદાવાદ અને સાબરમતી 12 સ્ટેશન હશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનું અંતર રહેશે, જેમાંથી 133 કિલોમીટર થાંભલાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે જેના ઉપર બુલેટ ટ્રેન દોડશે. 21 કિમી અંડરગ્રાઉન્ડ અને 7 કિમી અંડર વોટર ટ્રેક પણ હશે.