જાપાનનના નોર્થઇસ્ટર્ન વિસ્તારના મિયાગી અને ફુકુશીમામાં ભૂકંપનો તીવ્ર આંચકો શનિવારે રાત્રે અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 મપાઇ છે. જો કે હજું સુધી નુકસાના કોઇ સમાચાર નથી. જો કે ભૂકંપનો આંચકો તીવ્ર હોવાથી ભૂકંપની ડરાવી દેતી તસવીરો સામે આવી છે. લોકોએ ભૂકંપ સમયની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોઇને સમજી શકાય છે કે, આંચકાની તીવ્રતા કેટલી હશે.
જાપાન સરકાર અનુસાર ભૂકંપના કારણે ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટમાં કોઇ પ્રકારના નુકસાનની સમાચાર નથી.