અમેરિકામાં 6 જાન્યુઆરીએ કેપિટિલ હિલમાં થયેલી હિંસા બાદ ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેમાં સંસદના નિચલા સદનમાંથી મંજૂરી મળી ગઈ હતી પરંતુ સીનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી નથી. ટ્રંપની રિપબ્લિકન પાર્ટીના 7 સાંસદોએ પ્રસ્તાવના પક્ષમાં મત આપ્યા હતા.સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીના 50 સભ્ય છે અને તેમને 17 રિપબ્લિકન નેતાઓના મતની જરૂર હતી.
અમેરિકી કેપિટલમાં થયેલા દંગા મામલે મહાભિયોગનો સામનો કરી રહેલા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વકીલોએ સીનેટમાં કહ્યું હતું કે, રિપબ્લિકન નેતા પર લાગેલા રાષ્ટ્રદ્રોહ ભડકાવવાનો આરોપ ખોટો છે. તેમની વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત છે.