જાપાનમાં કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેમ સામે આવ્યો છે. બ્રાઝીલથી જાપાન પહોંચેલ એક પ્રવાસીમાં આ સ્ટ્રેન મળ્યો છે. આ સ્ટ્રેન દક્ષિણ આફ્રીકા અને બ્રિટેનથી મળેલ નવા સ્ટ્રેન કરતાં અલગ છે. જાપાની સ્ટ્રેન વિશે વધારે જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકોએએ અભ્યાસ શરૂ કરી દીધોદ છે.


રોયટર્સના અહેવાલ અનુસાર, જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, બ્રાઝીલથી આવેલ ચાર લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે. જાપાને બ્રાઝીલને નવા સ્ટરેન વિશે જણાવ્યું છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પણ જાણકારી આપી છે.

આ સ્ટ્રેન બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા સ્ટ્રેનથી અલગ છે. જાપાન સરકારના જણાવ્યા પ્રમાણે, ચાર લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે, જેમાં 40 વર્ષનો પુરુષ, 30 વર્ષની સ્ત્રી અને 2 કિશોરોનો સમાવેશ છે. અગાઉ જાપાનમાં બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનના લગભગ 30 કેસ સામે આવી ચૂક્યા છે.

જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, નવો સ્ટ્રેન વધારે ચેપી છે કે નહીં તે જાણવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવા સ્ટ્રેનમાં 12 મ્યૂટેશન છે. તેમાં એક મ્યૂટેશન બ્રિટન અને દક્ષિણ આફ્રીકમાં મળી આવેલ નવા કોરોના વાયરસ જેવો જ છે. તેના કારણે શક્યતા છે કે જાપાનનો સ્ટ્રેન વધારે ચેપી હોઈ શકે છે.

કોરોના વાયરસના કેસ વધ્યા બાદ ગુરુવારે જાપાનની રાજધાની ટોક્ય અને આસપાસના ચાર પ્રાન્તોમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી. જાપાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 2 લાખ 89 હજારથી વધારે થઈ ગઈ છે અને અંદાજે 4060 લોકોના દેશમાં કોરોનાથી મોત થયા છે.