Coronavirus Update: દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 કરોડને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી આ વાયરસથી 9 કરોડ 11 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ગત 24 કલાકમાં દુનિયામાં રેકોર્ડ બ્રેક કોરોનના કેસ સામે આવ્યા છે. તેની સાથે જ મોતના આંકડા પણ ખૂબજ ચિંતાજનક છે.
વર્લ્ડોમીટર અનુસાર છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 6.79 લાખથી વધુ કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. જ્યારે 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. તેની સાથે કોરોનાથી અત્યાર સુધી 19 લાખ 33 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.
જો કે, 6 કરોડ 44 લાખ 24 હજારથી વધુ લોકો આ ખતરનાક બિમારીમાંથી સાજા થયા છે. કુલ 9 કરોડમાંથી બે કરોડ 36 લાખ 53 હજારથી વધુ લોકો સંક્રમિત છે. જેની સારવાર ચાલી રહી છે.
કોરોના વાયરસથી સૌથી વધુ અસર અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં જોવા મળી છે. ગત દિવસે દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકામાં સૌથી વધુ મોત થયા હતા. તેના બાદ જર્મની, બ્રાઝીલ, રશિયા, ઈટાલી, મેક્સિકો, બ્રિટન અને ભારતમાં મોતના સૌથી વધુ કેસ આવ્યા છે.
અમેરિકા સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા જ્યારે 2891 લોકોના મોત થયા હતા. તેના બાદ ભારતનો નંબર આવે છે. ભારતમાં એક કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 18 હજાર નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બ્રાઝીલમાં 24 કલાકમાં 60 હજાર નવા કેસ નોંધાયા હતા.
કોરોના પ્રભાવિત ટોપ-10 દેશ
અમેરિકા: કેસ- 22,669,416, મોત- 381,136
ભારત: કેસ- 10,451,339, મોત- 151,048
બ્રાઝીલ: કેસ-8,075,998, મોત- 202,657
રશિયા : કેસ- 3,379,103, મોત- 61,381
યુકે: કેસ- 3,017,409, મોત- 80,868
ફ્રાન્સ: કેસ-3,017,409, મોત- 67,599
ટર્કી: કેસ-2,317,118, મોત- 22,631
ઈટાલી: કેસ- 2,257,866, મોત-78,394
સ્પેન: કેસ- 2,050,360, મોત-51,874
જર્મની: કેસ- 1,914,328 મોત- 41,06
World Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 6.79 લાખ નવા કેસ નોંધાયા, 11 હજારના મોત, અત્યાર સુધી કુલ 9 કરોડ સંક્રમિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jan 2021 08:19 AM (IST)
દુનિયામાં કોરોનાથી અત્યાર સુધી 19 લાખ 33 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -