Japan: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ -2024 ના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જાપાન અને સિંગાપોરના પ્રવાસે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. તેઓ બુલેટ ટ્રેન મારફતે ટોકિયોથી યોકોહામા પહોંચ્યા હતા. યોકોહામાના શેન્કેઈન ગાર્ડનની પણ તેમણે મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળે પણ બુલેટ ટ્રેનની સફર કરી હતી.

  યોકોહામા ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતું શહેર છે તે અંગે પણ તેમણે માહિતી મેળવી હતી.






અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં થયેલ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ભારત વર્ષ 2047 સુધીમાં 'વિકસિત રાષ્ટ્ર' બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિવિધ 'ફ્યુચરિસ્ટિક પોલિસી' ના અમલ થકી વિકાસને એક નવી દિશા આપવા સજ્જ છે.  


ભૂપેન્દ્રભાઈ પટેલ જાપાન સ્થિત ગુજરાતી-ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં થયેલ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, ભારત વર્ષ 2047 સુધીમાં 'વિકસિત રાષ્ટ્ર' બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી ઉપસ્થિત સૌને આગામી વાઇબ્રન્ટ સમિટમાં થવાનું આમંત્રણ આપ્યું હતું






જાપાન પ્રવાસના પ્રથમ દિવસે ટોકિયોમાં વસેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જાપાન એ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે કહ્યું કે, ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની ખ્યાતિ પ્રસરાવવામાં ગુજરાતીઓ બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યા છે.


ટોકિયામાં વસતા ગુજરાતી સમાજ, ભારતીય સમુદાય સાથેના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીએ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની વિસ્તૃત વિગતો પણ આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાત હવે ગ્રીન હાઈડ્રોજન-સેમીકંડક્ટર અને ઈ-મોબિલિટી જેવા નવા ઊભરતા સેક્ટર્સનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે.


મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2007માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાપાનની લીધેલી મુલાકાતથી ગુજરાત-જાપાન વચ્ચે બિઝનેસ એન્ડ કલ્ચરલ રિલેશન્સનો વ્યાપ વધ્યો છે. આ અવસરે તેમણે G20ના સફળ આયોજનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં G20 ના સફળતાપૂર્વકના આયોજનને કારણે ભારત વૈશ્વિક સ્તરે લીડર તરીકે ઉભરી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય ડેલિગેશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રમોશન તેમ જ જાપાન સાથેનો સંબંધ સેતુ વધુ મજબૂત કરવા જાપાનના પ્રવાસે છે.