રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 24 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લઈને સમગ્ર વિશ્વમાં અફરા તફરી મચી છે. અનેક લોકો મોતને ભેટ્યા છે તો ખાવા પીવાની ચીજ વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે. આ બધાની વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા આજે એટલે કે શનિવારે દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ 14માં ભારત-જાપાન શિખર સંમલનમાં ભાગ લેશે. આ પહેલા જાપાનના પ્રધાનમંત્રીએ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત દરમિયાન યુક્રેન સંકટ, ચીન અને રોકાણ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બન્ને નેતાઓ વચ્ચે આર્થિક સહયોગ વધારવા અને સાથે સાથે હિન્દ પ્રશાંત ક્ષેત્રને લઈને પણ ચર્ચા થઈ.


 






તો બીજી તરફ જાપાનના પ્રધાનમંત્રીએ જાપાનના દરિયામાં રુસી વાયુસેનાની સાથે સંયુક્ત હવાઈ અભ્યાસ અને મુલુ સાગરમાં ફિલિપિન્સના ક્ષેત્રાધિકારવાળા સમુદ્રમાં યુદ્ધ જહાજ મોકલવા અંગે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી. કિશિદા 20 માર્ચના રોજ કંબોડિયા જવા માટે રવાના થશે.


નોંધનિય છે કે, આ પહેલા પીએમ મોદી અને જાપાનના તત્કાલિન પ્રધાનમંત્રી શિંજો આબે વચ્ચે વર્ષ 2019માં મુલાકાત થવાની હતી પરંતુ આસામમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ  પ્રદર્શનનના કારણે આ બેઠકને સ્થગિત કરવામાં આવી હતી. કિશિદામી યાત્રા આ જ કાર્યક્રમનો ભાગ છે.


રશિયાને લઈને ભારત અને જાપાનનો મત અલગ અલગ


તમને જણાવી દઈએ કે જાપાને રશિયા સામે આર્થિક પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી દીધી છે જ્યારે ભારત આ યુદ્ધમાં કોઈનો પણ પક્ષ લેવાથી બચી રહ્યું છે. એટલું જ નહીં સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતે રશિયા વિરુદ્ધ મતદાન કર્યું નહોતું.


ભારત અને જાપાન વચ્ચે કરોડોનો બિઝનેસ


ભારત અને જાપાન વચ્ચે કરોડોનો બિઝનેસ ચાલે છે. ભારત જાપાનમાં મુખ્યત્વે કપડા,લોખંડ અને સ્ટીલ પ્રોડ્ક્ટ, પેટ્રોલિયમ ઉત્પાદ, ટેક્સટાઈલ યાર્ન અને મશીનરીની નિકાસ કરી છે. જ્યારે પ્લાસ્ટિક,ઈલેક્ટ્રિકલ મશીનરી,લોખંડ અને સ્ટીલ પ્રોડક્ટ્સ,વાહનોના પાર્ટ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ અને મેટલ્સની આયાત કરે છે. નોંધનિય છે કે વર્ષ 2000થી લઈને 2019 સુધી ભારતમાં જાપાની રોકાણ 32 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું.