ઉરી હુમલાને લઈને US એ વ્યક્ત કરી ચિંતા, પાકિસ્તાનને પોતાની જમીન પર આતંકવાદીઓના ઉપયોગને લઈને ચેતવ્યુ
abpasmita.in | 20 Sep 2016 09:19 PM (IST)
ન્યૂયોર્ક: અમેરિકાના વિદેશ મંત્રી જોન કેરીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફ સાથે મુલાકાત કરી હતી. કેરીએ કાશ્મીર હિંસા મામલે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું પાકિસ્તાને આતંકવાદીઓને પોતાના ક્ષેત્રનો ઉપયોગ કરતા રોકવા જોઈએ. નવાઝ શરિફે આતંકી બૂરહાન વાનીના મૃત્યું બાદ કાશ્મીરમાં ભડકેલી હિંસામાં મૃત્યું પામેલા લોકો તેમજ માનવઅધિકારના ઉલ્લંધનનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને કાશ્મીર મુદ્દે સમાધાન લાવવા માટે અમેરિકી મદદની પણ અપીલ કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેંટના ડેપ્યુટી પ્રવક્તા માર્ક ટોનરે કહ્યું અમેરિકા ઈચ્છી રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરે. આપણે સૌ એ આ દિશામાં આગળ વધવું જોઈએ અને સાથે મળી આતંકવાદ વિરૂધ્ધ લડવું જોઈએ.