નવી દિલ્હી: સોશલ મીડિયા પર એક બાળકો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને બોલીવૂડ સ્ટાર્સ પણ શેર કરવા પોતાને રોકી શક્યા નથી. આ વીડિયો એક અફઘાનિસ્તાની બાળકનો છે જે ડાંસ કરી રહ્યું છે.  લોકો તેને ખુબ શેર કરી રહ્યાં છે. આ વીડિયોને બોલીવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન બાદ સ્વરા ભાસ્કરે પણ શેર કર્યો છે.

આ વીડિયોમાં જે બાળક છે તેણે અફઘાનિસ્તાનમાં એક સુરંગ બ્લાસ્ટમાં પગ ગુમાવવો પડ્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે બાળકને પ્રોથેસ્ટિક પગ મળતા તે પહેલીવાર નકલી પગ પર ઊભું રહ્યું હતું અને એટલું ખુશ થઈ ગયું હતું કે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તે નાચવા લાગ્યું હતું.