મેગને કહ્યું, મારી પાસે વિશ્વમાં બે બેસ્ટ પુરૂષો છે અને હું ખૂબ જ ખુશ છું. હેરીએ કહ્યું કે આ બેબીનું સૌથી વધુ ધ્યાન કોણ રાખશે તે અંગે અમે બંને વિચાર કરી રહ્યા છે. દરેક લોકો એવું કહે છે કે, બેબી બે અઠવાડિયાની અંદર રંગરૂપે બદલાતા હોય છે, પણ બેબી સસેક્સ મારાં મતે દરરોજ બદલાય છે. હેરીએ કહ્યું કે, પેરેન્ટિંગ અમેઝિંગ છે. હજુ માત્ર બે જ દિવસ થયા છે અમે માતાપિતા તરીકે બેસ્ટ સાબિત થવાના પ્રયત્નો કરીશું.
બેબી સસેક્સનો જન્મ સોમવારે સવારે 5.26 વાગ્યે થયો હતો. બેબી સસેક્સના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ડોક્ટરે આપેલી તારીખના એક અઠવાડિયા બાદ મેગને લંડનની પોર્ટલેન્ડ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. મેગનની ઇચ્છા હતી કે, તે ઘરે જ બાળકને જન્મ આપે. પરંતુ ઓવરડ્યૂ થવાના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.