Female Judge Smokes in bed : સામાન્ય રીતે કોર્ટના જજ કાળા કોટ, સફેદ શર્ટ, ટાઈ અને કાળા રંગના પેંન્ટમાં નજરે પડે છે. પરંતુ કોલંબિયામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક કેસની સુનાવણી દરમિયાન એક મહિલા જજ કપડાં વગર જ કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. આ દરમિયાન તે સ્મોકિંગ કરતી પણ જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ મહિલા જજ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે.


બોમ્બ વિસ્ફોટને લઈ થઈ રહી હતી સુનાવણી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલંબિયાના જજ વિવિયન પોલાનિયાને નવેમ્બર 2022માં 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેનું કારણ એ હતું કે, ઓનલાઈન કોર્ટની સુનાવણીમાં પોલાનિયા આર્મીની કાર પર બોમ્બ ફેંકવાના કેસની સુનાવણી કરી રહ્યા હતા. ઝૂમ પર રિલીઝ થયેલી આ કોર્ટમાં તેમનો કેમેરા 1 કલાકથી વધુ સમય માટે બંધ હતો. અચાનક તેમનો કેમેરો ઓન થતાં લોકો તેને જોઈને દંગ રહી ગયા હતા. તે તેના પલંગ પર સૂતી હતી, હાથમાં સિગારેટ હતી અને તેણે પેન્ટને બદલે માત્ર અન્ડરવેર પહેર્યું હતું અને હાથમાં સિગારેટ સળગી રહી હતી.






આ ઘટના ઝૂમ કોલ પર કેદ થઈ 


જ્યારે કેમેરો ચાલુ હતો ત્યારે તરત જ એક વકીલે તેને ઈશારામાં કહ્યું હતું કે, તેનો કેમેરો ચાલુ છે. ઉતાવળમાં પોલાનિયાએ કેમેરો બંધ કરી દીધો પરંતુ ત્યાં સુધીમાં વીડિયો રેકોર્ડ થઈ ચૂક્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. તેમને સસ્પેન્ડ કર્યા બાદ મીડિયા અને સામાન્ય જનતામાં તેમના વિરુદ્ધ ઘણું લખાયું અને કહેવામાં આવ્યું. તેમનો સસ્પેન્શનનો સમયગાળો ફેબ્રુઆરીમાં પૂરો થઈ ગયો છે પરંતુ તેઓ ફરીથી ફરજ પર જોડાયા છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. અખબારના એક લેખને શેર કરતા મહિલાએ લખ્યું કે બીજાની વાત સાંભળતા પહેલા લોકોએ તેમની વાત પણ જાણી લેવી જોઈએ. તેમણે લખ્યું હતું કે, તેની વિરુદ્ધ ઘણી ગપસપ ચાલી રહી છે અને તે ટૂંક સમયમાં કોર્ટમાં પરત ફરશે.


જજે અંડરવિયર પહેરી સુનાવણી કરવાનું કારણ પણ જણાવ્યું


ઉલ્લેખનીય છે કે, પોલાનિયા તેના બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. ઈન્સ્ટાગ્રામ પર તે અન્ડરગાર્મેન્ટ પહેરીને અશ્લીલ તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને જોઈને લોકો મિશ્ર પ્રતિક્રિયા આપે છે. જ્યારે પોલાનિયાએ ઓનલાઈન કોર્ટ દરમિયાન અંડરવેર પહેરીને સૂવા પર પણ કહ્યું હતું કે, લોકોને છેતરવામાં આવે છે કે તેણે અંડરવેર પહેર્યું છે, જ્યારે નીચે સૂવાનું કારણ એ હતું કે થોડા સમય પહેલા તેને એન્ઝાઈટી એટેક આવ્યો હતો. જેના કારણે તેનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. તેમણે તેણે એમ પણ કહ્યું હતું કે, તે કામના દબાણમાં જીવે છે, તેથી તેને ઘણી માનસિક સમસ્યાઓ છે.