નવી દિલ્હીઃ સ્નિફર ડોગ સંવેદનશીલ જગ્યા પર ઘટનાની તપાસમાં એજન્સીઓની મદદ કરે છે. પરંતુ વિચારો કે તમે લાઈનમાં ઉભા હોય અને શ્વાન તમારી નજીક આવીને તમારા ચક્કર લગાવે તો. સંયુક્ત અરબ અમીરાતમાં K9 પોલીસના ડોગને પણ ભીડમાંથી કોવિડ-19 કેસને ઓળખવાનાં કામમાં લગાવવામાં આવશે.


શ્વાન કરશે કોવિડ-19ની ઓળખ

સંયુક્ત અરબ અમીરાતના ગૃહ મંત્રાલયે કે9 શ્વાન પર ટ્રાયલ પૂરું કર્યું છે. હવે ટૂંકમાં જ કોવિડ 19નો પ્રસાર રોકવા માટે તેમની મદદ લેવામાં આવશે. વૈજ્ઞાનિક અધ્યયન અને પ્રાયોગિક ટ્રાલય પૂરું થવા પર સરકારે નિર્ણય કર્યો છે. જેમાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિને સુંઘીને શ્વાન દર્દીની ઓળખ કરી શકશે. કોરોના કેસની ઓળખ માટે ઉભી રહેવ વ્યક્તિની બાજુમાં સેમ્પલ ભેગા કરી તેને શ્વાનને સુંઘાડવામાં આવ્યા. આ બધું કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર કરવામાં આવ્યું. પરિણામ તરત જ સ્થળ પર મળવા લાગ્યા. ગૃહ મંત્રાલયના ડેટા અને અધ્યયન અનુસાર કોવિડ-19 92 ટકા કેસ ઓળખવામાં સફળતા મળી છે.

સંયુક્ત અરમ અમીરાતમાં તૈયારી

મંત્રાલયે જણાવ્યું કે, તેમણે સફળતાપૂર્વક K9 પોલીસ ડોગ પર ટ્રાયલ પૂરું કર્યું છે. પ્રયોગ બાદ સામે આવેલ આંકડાથી સંકેત મળે છે કે, કોવિડ-19 સંક્રમિત કેસની ઝડપથી ઓળખ લગાવવામાં શ્વાન સક્ષમ હોય છે. જેનાથી એ વાત સાબિત થાય છે કે, કે9 ડોગનો ઉપયોગ ભીડભાડવાળી જગ્યા પર સંક્રમણના કેસ ઓળખવામાં ઉપયોગ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ તેમને એરપોર્ટ અને અન્ય મહત્ત્વની જગ્યા પર રાખવાની તૈયારી છે.