ઑકલેન્ડઃ ભારતથી તાજેતરમાં ન્યૂઝીલેન્ડ પરત ફરેલો એક 32 વર્ષીય વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. તેને ઑકલેન્ડના એક આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ત્યાંથી ભાગીને તે એક સુપરમાર્કેટમાં ગયો હતો. હવે તેને 6 મહિનાની જેલ કે 4 હજાર ડૉલરનો દંડ થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ પ્રમાણે, આ કોરોના પોઝિટિવ વ્યક્તિ સ્થાનિક સમય પ્રમાણે મંગળવારે સાંજે આશરે 6.50 કલાકે આઈસોલેશન સેન્ટરમાંથી ફરાર થઈ ગયો હતો. કોરોનાવાયરસની પુષ્ટિ થયા બાદ તેને એક સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. તેને કોઈના સંપક્રમાં નહીં આવવા જણાવાયું હતું. હજુ સુધી આ વ્યક્તિની ઓળખ નથી થઈ, પરંતુ 3 જુલાઈએ દિલ્હીથી આવ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રી ક્રિસ હિપકિન્સે કહ્યું કે તેણે આરોપોનો સામનો કરવો પડશે. તેણે વિક્ટોરિયા સેંટ વેસ્ટ સુપરમાર્કેટમાં 20 મિનિટ ગાળી હતી અને આઈસોલેશન સેન્ટર છોડ્યાના 70 મિનિટ બાદ પોતાની મરજીથી પરત ફર્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેના પર વિવિધ કલમો લગાવાશે અને છ મહિનાની જેલની સજા કે 4,000 ડોલરનો દંડ થઈ શકે છે. ન્યૂઝીલેન્ડમાં હાલ 23 એક્ટિવ કેસ છે અને તમામ આઈસોલેશન કે કોરન્ટાઈન સેન્ટરમાં છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 1187 મામલા સામે આવ્યા છે.
દેશના આ રાજ્યના મુખ્યમંત્રી થયા હોમ કોરેન્ટાઈન, થશે કોરોના ટેસ્ટ, જાણો વિગત
ન્યૂઝીલેન્ડઃ આઈસોલેશનમાંથી ભાગ્યો ભારતીય, મોલમાં ફર્યો ને 70 મિનિટ પછી.......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 03:57 PM (IST)
સ્વાસ્થ્ય મંત્રી ક્રિસ હિપકિન્સે કહ્યું કે તેણે આરોપોનો સામનો કરવો પડશે. તેણે વિક્ટોરિયા સેંટ વેસ્ટ સુપરમાર્કેટમાં 20 મિનિટ ગાળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -