વૉશિંગટનઃ અમેરિકામાં એક અદભૂત રાજકીય ઘટના બની, ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ અમેરિકાની એવી પહેલી મહિલા બની ગઇ છે, જેને થોડા સમય માટે રાષ્ટ્રપતિની તમામ શક્તિઓ અને પાવર આપવામાં આવ્યો હતો. કમલા હેરિસ અમેરિકાના સર્વેસર્વા બની ગયા હતા. ખરેખરમા આ પાવર રાષ્ટ્રપતિ જૉ બાયડેનના રેગ્યુલર હેલ્થ ચેકપઅ કરાવવા દરમિયાન આપવામાં આવ્યો હતો.
57 વર્ષીય કમલા હેરિસને રાષ્ટ્રપતિનો તમામ પાવર 85 મિનીટ માટે આપવામાં આવ્યો હતો. આ શક્તિઓ શુક્રવારે કમલા હેરિસને એટલે મળી કેમ કે અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેન પોતાના રૂટીન કોલોનોસ્કૉપી (આંતરડાઓનો ચેકઅપ) કરાવવા ગયા હતા, અને તે એનેસ્થીસિયામાં હતા.
વ્હાઇટ હાઉસે બતાવ્યુ કે, ડેમૉક્રેટ નેતા બાઇડેને સંસદના નેતાઓની લૉકલ સમયનુસાર સવારે 10.10 વાગે પાવર ટ્રાન્સફર કરવા અંગે જાણ કરી અને પછી પાછા 11.35 વાગે તેમને પાવર પાછો મેળવી લીધો હતો, એટલે કમલા હેરિસને આ પાવર માત્ર 85 મિનીટ માટે મળ્યો હતો.
બાઇડેનના ડૉક્ટરે ઓપરેશન બાદ નિવેદન જાહેર કર્યુ અને કહ્યું બાઇડેન હવે સ્વસ્થ છે અને પોતાનો કાર્યભારને સંભાળી શકવા માટે સક્ષમ છે.
આ મેડિકલ તપાસ રાષ્ટ્રપતિના 79માં જન્મદિવસની સાંજે વૉશિંગટનની બહાર વૉલ્ટર રીડ સૈન્ય હૉસ્પીટલમાં થઇ હતી.