નૂર-સુલતાનઃ કઝાકિસ્તાનમાં એક મોટી વિમાન દૂર્ઘટના ઘટી છે. કઝાકિસ્તાનમાં 100થી વધુ પેસેન્જરોને લઇને જઇ રહેલુ વિમાન ક્રેશ થઇ ગયુ છે. કહેવાયુ રહ્યું છે કે અલમાતી એરપોર્ટ પર ટેકએફ દરમિયાન આ વિમાન દૂર્ઘટનાગ્રસ્થ થઇ ગયુ હતુ, જેમાં અત્યાર સુધી લગભગ 9 લોકોના મોત થયાના સમાચાર છે.

આ વિમાન અલમાતી શહેરની રાજધાની નૂર-સૂલતાન તરફ જઇ રહ્યું હતુ, તે સમયે જ ક્રેશ થયુ હતુ.


રૉયયર્સ પ્રમાણે, શુક્રવારે કઝાકિસ્તાનના અલમાતી શહેરમાં જે વિમાન દૂર્ઘટના થઇ, તેમાં 95 યાત્રી અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. આ માહિતી સેન્ટ્રલ એશિય નેશને આપી છે.


મનાઇ રહ્યુ છે કે, ટેકઓફ બાદ લૉકલ સમયાનુસાર સવારે 7:22 વાગે વિમાનનુ સંતુલન બગડ્યુ હતુ. બાદમાં તે બે માળની ઇમારત સાથે અથડાઇ ગયુ હતુ. યાત્રીઓને બહાર કાઢવા માટે બચાવ અને રાહત કાર્ય શરૂ થઇ ગયુ છે.