કૌભાંડોના આક્ષેપોના કારણે બદનામ ડો.કેતન દેસાઇ બન્યા વર્લ્ડ મેડિકલ એસોસિએશનના પ્રમુખ
abpasmita.in | 21 Oct 2016 11:38 AM (IST)
ન્યૂયોર્કઃ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડૉ. કેતન દેસાઇએ તાઇવાનમાં વર્લ્ડ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે શપથ લેશે. નોંધનીય છે કે કેતન દેસાઇ પર લાંચ, છેતરપિંડી સહિતના આરોપો લાગી ચૂક્યા છે. સમારંભમાં ભાગ લેવા અમદાવાદના 70થી વધુ ડૉકટરો તાઇવાન પહોંચી ગયા છે. તાઈવાન પહોંચેલા અમદાવાદના ડોક્ટરોમાં એનએચએલ મેડિકલ એસોસિએશનના ડીન ડૉ. પંકજ પટેલ, અસારવા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.એમ. એફ. શેખ, જીસીએસ કોલેજના ડીન ડૉ. કીર્તિ પટેલનો સમાવેશ થાય છે. શપથ સમારંભને આગલે દિવસે હોટેલમાં સાથે મળીને તમામ ડૉક્ટરોએ ડૉ. કેતન દેસાઇ માટે પહેલાંથી સેલિબ્રેશન કરી લીધું છે.