ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રાજકારણમાં હાલ ભૂકંપ આવ્યો છે. પીઓકેમાં ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક બાદ નવાઝ શરિફ દબાણમાં છે, પરંતુ વ્યક્તિગત રીતે પણ નવાઝ શરિફની મુશ્કેલીમાં વધારો થયો છે. પાક મીડિયા મુજબ પનામા લીક કેસ મામલે પીએમ નવાઝ શરિફને સુપ્રીમ કોર્ટે નોટીસ પાઠવી છે.


નવાઝ શરિફ બાદ મરિયમ નવાઝ, હસન નવાઝ, હુસૈન નવાઝ રિટાયર્ડ કેપ્ટન સફદાર, વિત મંત્રી ઈશત્યાક ડાર, ફેડરલ ઈંવેસ્ટીગેશન એજંસીના ડીજી, ફેડરલ રેવન્યૂ બોર્ડના ચેરમેન અને અટૉર્ની જનરલને નોટીસ મોકલવામાં આવી છે. નવાઝ શરિફની અયોગ્ય કરાર વાળી અરજી પર ત્રણ જજની પેનલ સુનવણી કરી રહી છે. આ પહેલા સુનવણી દરમિયાન પાકિસ્તાન તહરીક એ ઈંસાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને કહ્યુ હતું કે એકના એક દિવસ નવાઝ શરિફને કાનૂનની અંદર લાવશે. ઈમરાન ખાને કહ્યું ધણા વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ, સમય જતો રહેતા ન્યાય મળે તેનો કોઈ અર્થ નથી, અદાલતે તેની કાર્યવાહીમાં ઝડપ કરવી જોઈએ.

ઈમરાન ખાનના આક્ષેપ પર જવાબ આપતા રક્ષા મંત્રી ખ્વાઝા આસિફે કહ્યું કે હાસિયામાં ધકેલાઈ ગયેલા ઈમરાન રાજનીતિક ફાયદા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે શરીફ સાહેબ ક્યારેય પણ પોતાની જવાબદારીથી ભાગ્યા નથી અને ભાગશે પણ નહી. નવાઝ શરિફ પર આરોપ લગાવતા પહેલા એ જણાવવું જોઈએ કે શૌકત ખાનમ હોસ્પિટલને મળનારી મદદને તેમણે તેના મિત્રની કંપનીમાં શા માટે ઈંવેસ્ટ કરી, નવાઝ શરિફ ન્યાયની પ્રક્રિયાથી ભાગી નથી રહ્યા તેઓ તેનો સામનો કર રહ્યા છે.

આ પહેલા પણ ઓગષ્ટમાં નવાઝ શરિફને નોટીસ મોકલી 20 દિવસની અંદર જવાબ માંગવામાં આવ્યો હતો.