શરૂઆતના 6 વિસ્ફોટ લગભગ એક જ સમયે સવારે 8:45 વાગ્યે થયા હતાં. જ્યારે બાકીના બે વિસ્ફોટ બપોરે બેથી અઢી વચ્ચે કોલંબોમાં થયા હતા. 2009માં શ્રીલંકામાં તમિલ વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE)નો ખાતમો થઈ ગયો હતો ત્યાર બાદનો આ સૌથી મોટો હુમલો છે.
પહેલો વિસ્ફોટ કોલંબોના કોચ્ચિકડેમાં સ્થિત સેંટ એન્થની ચર્ચમાં સ્થાનિક સમય મુજબ 8:45 વાગ્યે થયો હતો ત્યાર બાદ નેગોંબોના કતુવપિતિયામાં સ્થિત સેંટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોઆ સ્થિત એક ચર્ચમાં વિસ્ફોટ થયો હતો. આ ઉપરાંત કોલંબોમાં શાંગરી લા હોટલ, કિંગ્સબરી હોટલ અને સિનમન ગ્રાંડ હોટલમાં બ્લાસ્ટ થયા.
કોલંબોમાં કોચ્ચકિડેના સેન્ટ એન્થની ચર્ચમાં પહેલો વિસ્ફોટ થયો હતો. પશ્ચિમ કિનારાના શહેર નેગેમ્બોના સેન્ટ સેબેસ્ટિયન ચર્ચમાં બીજો વિસ્ફોટ થયો હતો જ્યારે બટ્ટીકાલોના સેન્ટ માઈકલ જિયોન ચર્ચમાં ત્રીજો વિસ્ફોટ થયો હતો.
કોલંબોની ફાઈવ સ્ટાર હોટેલ શાંગ્રીલા, દ સિનેમોન ગ્રાંડ અને ધ કિંગ્સબેરીમાં 3 વિસ્ફોટ થયા હતાં. બપોરે એક વિસ્ફોટ દેહીવાલા ઝૂ નજીક આવેલી રેસ્ટોરન્ટ પાસે અને બીજો કોલંબોમાં ડેમાટોગોડામાં વિસ્ફોટ થયો હતો.