હેગઃ પાકિસ્તાનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાવત(ICJ)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજા દિવસની સુનાવણી ચાલી રહી છે. આવતીકાલે સુનાવણીનો છેલ્લો દિવસ છે.

આજે ભારત વતી દલીલ કરતાં હરીશ સાલ્વેએ કહ્યું કે, ભારતનું માનવું છે કે અમારો કેસ ઘણો મજબૂત છે. વરિષ્ઠ વકીલો કહેતા હોય છે ક જ્યારે તમે કાનૂન પર મજબૂત હોવ ત્યારે કાનૂન પર ભાર આપો છો. જ્યારે તમે તથ્યો પર મજબૂત હોવ ત્યારે તથ્યો પર જોર આપો છે અને જ્યારે કોઈ પણ પક્ષમાં મજબૂત નથી હોતા ત્યારે તમે બેંચ પર હાથ મારો છો. આ મામલામાં કહેવત પાકિસ્તાન પર ફિટ બેસે છે.


વાંચોઃ કુલભૂષણ જાધવ કેસઃ PAKનાં એટોર્ની જનરલે કહ્યું- ભારત અમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે

પાકિસ્તાન જાધવ સામે કોઈપણ પ્રકારના પૂરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. કુલભૂષણ જાધવ સામે માત્ર એક પાસપોર્ટના આધારે જ કેસનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે કોઈપણ પ્રકારની વિનાશક ગતિવિધિમાં સામેલ નહોતો. પાકિસ્તાને જાધવ મામલે કોર્ટમાં જે પુરાવા રજૂ કર્યા છે ગેરમાર્ગે દોરનારા છે. અમે કસાબને નિષ્પક્ષ ટ્રાયલનો પૂરો મોકો આપ્યો હતો.

વાંચોઃ કુલભૂષણ જાધવ કેસઃ ICJમાં પ્રથમ દિવસની સુનાવણી દરમિયાન ભારતે શું કરી દલીલ, જાણો વિગતે


પુલવામા હુમલાનો ઉલ્લેખ કરી હરીશ સાલ્વેએ કહ્યું, તેમાં પાકિસ્તાનનો હાથ સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. પાકિસ્તાન હાફિઝ સઇદ અને અલકાયદાના માધ્યમથી પોતાને બચાવવાની કોશિશ કરી રહ્યું છે. દીપક મિત્તલે કહ્યું કે, ભારત સરકાર આ કોર્ટને અપીલ કરે છે કે પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો હોવાનું જાહેર કરે.

વાંચોઃ ICJમાં ભારતીય અધિકારીએ આ રીતે આપ્યો પાક. રાજદૂતને જડબાતોડ જવાબ