નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલા બાદ ભારત આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને ખુલ્લું પાડવાના અભિયાનમાં લાગી ગયું છે અને તાબડતોડ પૂરાવાની સાથે પાકને આંકીઓને સાથ આપે છે તેની જાણકારી દુનિયાના અન્ય દેશોને સોંપી રહ્યું છે. હવે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ભારતની ફરિયાદ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધું છે.



ટ્વિટરે મંગળવારે રાત્રે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈજલનનું વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધું છે. મીડિયામાં આવેલ અહેવાલ અનુસાર પાકિસ્તાનના વિદેશ વિભાગ (એફઓ)ના પ્રવક્તા ડોક્ટર ફૈઝલના વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ (@DrMFaisal)ને ભારત સરકાર તરફતી ટ્વિટરને કરવામાં ફરિયાદ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.



જોકે ટ્વિટર તરફથી થયેલ કાર્યવાહી પર કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં નથી આવ્યું. કહેવાય છે કે, ડોક્ટર ફૈઝલ પોતાના ટ્વિટર હેન્ડલથી કુલભૂષણ જાધવ કેસની સતત જાણકારી શેર કરી રહ્યા હતા. કુલભૂષણ જાધવ કેસની સુનાવણી હાલમાં હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાલી રહી છે. સાથે જ તેના પર એવો પણ આરોપ છે કે કાશ્મીર વિશે પણ તેઓ સતત ટિપ્પણી કરી રહ્યા હતા.