ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં રિવ્યૂ પીટિશન દાખલ કરતા પહેલા ભારતે પાકિસ્તા પાસે આ માંગ કરી હતી. જો કે, પાકિસ્તાને કુલભૂષણ જાધવને એકલા મળવાની માંગને નકારી દીધી છે, પરંતુ બે અધિકારીને જાધવ સુધી પહોંચવાની મંજૂરી આપી દીધી છે.
પાકિસ્તાની સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં ભારતીય નૌસેના સેવાનિવૃત જાધવને જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. તેના કેટલાક સપ્તાહ બાદ ભારતે જાધવને દૂતાવાસ પહોંચ નહી આપવા પર અને તેને સંભળાવવામાં આવેલી મોતની સજાને લઈ પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી. આઈસીજેએ ત્યારે પાકિસ્તાનને સજા પર અમલ કરવા પર રોક લગાવી દીધી હતી.