પેરિસઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન કેટલાક દેશોમાં ફરી લોકડાઉન જાહેર કરાયું છે. પરંતુ આ દરમિયાન ફ્રાંસે એક વિચિત્ર નિર્ણય લીધો છે.


યાહૂ ઈન્ડિયા ન્યૂઝ પ્રમાણે ફ્રાંસના પ્રધાનમંત્રી જેન કાસ્ટેક્ષે સેનેટમાં જણાવ્યું કે, લોકોને દુકાન સહિત ઘરમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિયમ આવતા સપ્તાહની શરૂઆતથી લાગુ થઈ જશે.

ફ્રાંસના આરોગ્ય મંત્રી ઓલિવીયર વેરાને કહ્યું, કોરોના વાયરસ રોગ ફરી ઉથલો મારે તેવા નબળા સંકેતો મળી રહ્યા છે. તેણે અત્યાર સુધીમાં 30,000 લોકોનો ભોગ લીધો છે. અમે પેરિસની કેટલીક હોસ્પિટલોમાં રોગચાળાના પુનરુત્થાનના નબળા સંકેતો જોઇ રહ્યા છીએ.

ફ્રાંસે પણ બીજા ઘણા દેશોની જેમ રોગચાળાની શરૂઆતમાં માસ્ક પહેરવાની વિરુદ્ધમાં સલાહ આપી હતી અને જાહેર સભ્યોને આરોગ્યસંભાળ કામદારો માટે મર્યાદિત માસ્ક અનામત રાખવા વિનંતી કરી હતી.

હોંગકોંગમાં પહેલીવાર જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. માસ્ક ન પહેરનારને દંડ કરવામાં આવશે.

દેશના આ જાણીતા મંદિરના 14 પુજારીનો એક સાથે કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, જાણો વિગત

બચ્ચન બાદ વધુ એક એક્ટરના ઘર સુધી પહોંચ્યો કોરોના, વિસ્તારને જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન