ઈસ્લામાબાદ: આતંકને લઈને બે મોઢે વાત કરતું પાકિસ્તાન એકવાર ફરી સવાલોમાં ઘેરાયું છે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાંવાલામાં એક પોસ્ટરે પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. પોસ્ટરથી સ્પષ્ટ થાય છે કે ભારતના ઉરીમાં થયેલા આતંકી હુમલાની પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ છે.


ગુજરાંવાલામાં એક પોસ્ટર લાગ્યું છે, જેમાં જાહેરાત કરવામાં આવી છે કે લશ્કર-એ-તૈયબા ઉરી હુમલામાં માર્યા ગયેલા 4 આતંકીઓમાંથી એકની અંતિમ યાત્રા કાઢશે. આતંકીની અનુપસ્થિતિમાં આ યાત્રા નિકળશે. ઉરી હુમલામાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. પોસ્ટરમાં એક ગુનેગારનું નામ છે, જે ગુજરાંવાલાનો રહેવાસી મોહમ્મદ અનસ છે, જે અબૂ સિરકાના નામથી જાણીતો હતો. તેના માટે રાખવામાં આવેલી નમાજમાં જોડાવા માટે સ્થાનિક રહેવાસીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

પોસ્ટરમાં અનસને લશ્કર-એ-તૈયબાને શેર દિલ પવિત્ર યોદ્ધો બતાવવામાં આવ્યો છે, જેને 177 હિંદુ સૈનિકોને ઠાર માર્યા હતા. આતંકી હાફિઝ સઈદે અબૂ અનસની અનુપસ્થિમાં તેના અંતિમ સંસ્કાર માટે પ્રાર્થનાસભાનું નેતૃત્વ કરશે.