ઇસ્લામાબાદઃ અમેરિકાની ટકોર બાદ હવે પાકિસ્તાન મોડે મોડે જાગ્યું છે. પાકિસ્તાની એજંસીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદનાં સરગના મસૂદ અઝહર સહિત કુલ 5100 સંદિગ્ધ આતંકવાદીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે. જેમાં 40 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ જમા હતી. પઠાનકોટ હુમલા બાદ આતંકી જૈશ-એ-મહોમ્મદ પ્રાઈવેટ કસ્ટડીમાં છે.


સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનનાં એક અધિકારીએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયનાં નિર્દેશ બાદ તેમણે મસૂદ અઝહર સહિત દરેક સંદિગ્ધ આતંકીઓના બેંક અકાઉન્ટથી નાણાકીય લેવડદેવડ પર પ્રતિબંધ લગાવી દીધી છે. પાકિસ્તાની ગૃહમંત્રાલયે સંદિગ્ધ સાડા પાંચ હજાર આતંકીઓની યાદી મોકલી હતી જેમાંથી જેમના ખાતા સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં છે તેમના પર રોક લગાવી દીધી છે. જેમના પર રોક લગાવાઈ છે તેમના વિરુદ્ધ એન્ટી ટેરરીઝમ એક્ટ 1997 અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. આતંકીઓના ખાતા સીલ કરવાની માહિતીની પાકિસ્તાનનાં નેશનલ કાઉંટર ટેરરીઝમ ઓથોરિટીએ પણ પુષ્ટી કરી છે.