મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લશ્કરી સંઘર્ષ વધ્યો છે. તેના જવાબમાં ઈરાનમાં ભારતીય દૂતાવાસે એક ચેતવણી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દેવાની સલાહ આપવામાં આવી છે.

Continues below advertisement

પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ હાલ માટે ઈરાનની કોઈપણ યાત્રા ટાળે. દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે સુરક્ષા દ્રષ્ટિકોણથી ત્યાં મુસાફરી બિલકુલ સલાહભર્યું નથી.

આ ઉપરાંત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઈરાનમાં રહેતા ભારતીયોને તાત્કાલિક દેશ છોડી દેવાની પણ વિનંતી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીયોએ તાત્કાલિક દેશ છોડી દેવા માટે ઉપલબ્ધ કોઈપણ માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

ઈઝરાયલે ઈરાન પર ઝડપી હુમલા શરૂ કર્યા

ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા. જવાબમાં ઈઝરાયલે પણ અનેક ઈરાની શહેરોને નિશાન બનાવ્યા. ઈઝરાયલે યુદ્ધ જહાજો અને બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરીને તેહરાન, ઈસ્ફહાન અને તબરીઝ સહિતના અનેક વિસ્તારો પર હુમલો કર્યો. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને ઈરાન સામે બદલો લેવાની ના પાડી હતી છતાં ઈઝરાયલે ઈરાન સામે મિસાઈલોથી હુમલો કર્યો હતો. 

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઇએ લાઇવ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામના ઉલ્લંઘન માટે અમેરિકા સીધી રીતે જવાબદાર છે. ઇઝરાયલની કાર્યવાહીને યુએસ નીતિઓથી અલગ કરીને જોઈ શકાય નહીં. તેમણે દાવો કર્યો હતો કે ઇઝરાયલ જે કંઈ કરી રહ્યું છે તેની પાછળ યુએસ નીતિઓનો હાથ છે.

ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઈઝરાયલે સોમવારે વહેલી સવારે અનેક ઈરાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને મોટો હવાઈ હુમલો કર્યો હતો.  ઈરાની સમાચાર એજન્સી IRNA અનુસાર, દેશના અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયલે રાજધાની તેહરાન, ઈસ્ફહાન, તબ્રીઝ અને પશ્ચિમ ઈરાનના કેટલાક  ભાગો પર મિસાઈલ હુમલો કર્યો હતો.   લેબનોનની રાજધાની બેરુતમાં પણ વિસ્ફોટો સંભળાયા હતા.