વોશિંગ્ટનઃ કોરોના વાયરસનો સૌથી વધારે કહેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ નજીક પહોંચી છે. ઉપરાંત એક લાખ 61 હજાર લોકો જીવ ગુમાવી ચુક્યા છે. છેલ્લા એક દિવસમાં અમેરિકામાં કોરોના સંક્રમણના 55,100 નવા મામલા સામે આવ્યા છે અને 1306 લોકોના મોત થયા છે.


કોરોના સંક્રમણ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા ગુરુવારે સવારે વધીને 49 લાખ 73 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં એક લાખ 61 હજાર 596 લોકોના મોત થયા છે. દેશમાં 25.29 લાખ લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના જે કુલ સંક્રમિતોના 50  ટકા છે. 22 લાખ 81 હજાર હજુ પણ વાયરસથી સંક્રમિત છે.

અમેરિકાના સૌથી મોટા રાજ્ય પૈકીના એક કેલિફોર્નિયામાં સૌથી વધારે 5 લાખ 32 હજાર કરતા વધુ કેસ સામે આવ્યા છે અને 9,872 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂયોર્કમાં 4,47,162 કોરોના દર્દીમાંથી 34,105 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા પણ ઘણા પ્રભાવિત છે.

અમેરિકાના 13 રાજ્યોમાં એક લાખથી વધારે મામલા આવ્યા છે. મોટાભાગના રાજ્યોમાં મૃતકોનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતને ભટેલો લોકોનું જુઓ નામ સાથેનું લિસ્ટ

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ આપ્યું રાજીનામું, જાણો કોની કરાઈ નિમણૂક

અમદાવાદઃ કોવિડ કેર સેન્ટર શ્રેય હોસ્પિટલમાં લાગી આગ, 8 દર્દીના મોત, જાણો વિગતે