History Of Lebanon: ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ અસર લેબનાનમાં રહેતા સામાન્ય લોકોને થઈ રહી છે. ઇઝરાયેલ લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓ ઉપરાંત સામાન્ય લોકો પણ માર્યા જાય છે, જેમને ઈઝરાયેલ કે હિઝબુલ્લાહ સાથે કોઈ લેવાદેવા નથી. હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર હસન નસરાલ્લાહ પણ ઈઝરાયેલના બોમ્બમારામાં માર્યો ગયો છે.


હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હસન નસરાલ્લાહના મોત બાદ આ સંઘર્ષનો અંત આવશે કે પછી લેબનાન પર ઈઝરાયેલના બૉમ્બ વરસતું રહેશે.


સંઘર્ષ પાછળ શું છે કારણ 
ઈઝરાયેલ શરૂઆતથી જ આરોપ લગાવી રહ્યું છે કે હિઝબુલ્લાહ અમારી સરહદ પર હુમલા કરી રહ્યું છે, જેના કારણે અમે જવાબી કાર્યવાહી કરી રહ્યાં છીએ. જ્યારે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહ પેલેસ્ટાઈનનું સમર્થન કરે છે, જેના કારણે તે ઈઝરાયેલને પોતાનો દુશ્મન માને છે. પરંતુ દરેક જણ શાંતિથી સ્વીકારે છે કે યુદ્ધના કારણો વિશે બંને પક્ષો દ્વારા આપવામાં આવતી દલીલો માત્ર કૉસ્મેટિક છે. સાચું કારણ કંઈક બીજું છે. આ સંઘર્ષ વચ્ચે પોતાના ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરવાનું કારણ પણ સામે આવ્યું છે. જ્યાં ઇઝરાયેલ યહુદી ધર્મ માટે લડવાનો દાવો કરે છે અને હિઝબુલ્લાહ ઇસ્લામના મૂલ્યો માટે લડવાનો દાવો કરે છે.


ધર્મના વર્ચસ્વને લઇને સંઘર્ષ યથાવત 
જો આપણે લેબનાનના ઈતિહાસ પર નજર કરીએ તો આપણને જાણવા મળે છે કે સત્તા પર ક્યા ધર્મનું પ્રભુત્વ હોવું જોઈએ તે અંગે છેલ્લા 100 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. વર્ષ 1920માં લેબનાનમાં લગભગ 75-80 ટકા ખ્રિસ્તીઓની વસ્તી હતી, અહીં મોટા પ્રમાણમાં ખ્રિસ્તીઓ હાજર હતા. પરંતુ ફ્રાન્સથી આઝાદી મળ્યા બાદ વસ્તીનું માળખું બદલાવા લાગ્યું. પેલેસ્ટાઈન અને સીરિયાથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ દેશમાં આવવા લાગ્યા. સત્તાની વહેંચણીને લઈને ખ્રિસ્તીઓ, સુન્ની મુસ્લિમો અને શિયાઓ વચ્ચે પરસ્પર સંઘર્ષ હતો.


ગૃહયુદ્ધથી બદલાઇ લેબનાનની સંરચના 
સત્તામાં સર્વોપરિતા માટે દેશમાં 1975 થી 1990 સુધી ગૃહયુદ્ધ ચાલ્યું, આ ગૃહયુદ્ધે લેબનાનને સંપૂર્ણપણે બદલી નાખ્યું. ખ્રિસ્તી અને મુસ્લિમ સર્વોચ્ચતા પરના આ ગૃહયુદ્ધમાં, એક લાખ ખ્રિસ્તીઓ માર્યા ગયા અને લગભગ 10 લાખ ખ્રિસ્તીઓ દેશ છોડીને ભાગી ગયા. જ્યારે દેશમાં ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારે ત્યાં 50 ટકા ખ્રિસ્તીઓ અને લગભગ 37 ટકા મુસ્લિમો હતા, ગૃહયુદ્ધના અંત પછી 47 ટકા ખ્રિસ્તીઓ અને 53 ટકા મુસ્લિમો રહ્યાં. હાલમાં લેબનાનમાં ખ્રિસ્તીઓની સંખ્યા લગભગ 15 ટકા છે.


આ પણ વાંચો


Israel Attack: ઇઝરાયેલે વધુ એક દુશ્મનનો ખાત્મો બોલાવ્યો, એરસ્ટ્રાઇકમાં હમાસ કમાન્ડર ફતેહ શેરિફ ઠાર