Bank of England: બ્રિટેન 2022ના અંત સુધી એક વર્ષની મંદીની ઝપેટમાં આવી જશે, જે 2008ના નાણાંકીય સંકટ પછી સૌથી લાંબા અને 1990 ના દાયકા જેટલો ગંભીર હશે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ ઠંડીમાં ગેસ અને ઇંધણની વધતી કિંમતોના કારણે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે એક ચેતાવણીમાં આનો ખુલાસો કર્યો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજના દરોને 0.5 ટકા વધારીને 1.75 ટકા કર્યા બાદ બ્રિટનની હાલત વધુ ખરાબ થઇ ગઇ છે, જોકે 1997 બાદ સૌથી વધુ એકલો વધારો થયો છે. 


બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરોને વધાર્યા - 
કાલે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કરી દીધો છે, અને આ વધઘીને 1.75 ટકા પર લાવવામાં આવ્યો છે. આ વર્ષ 1995 બાદ કોઇ એકવારમાં વ્યાજદરોમાં કરવામાં આવેલો સૌથી મોટો વધારો છે. આની સાથે જ ગ્રૉથ પ્રૉજેક્શન અને આગળના આઉટલૂકને લઇને ગંબીર ચિંતા દર્શાવવામાં આવી છે. બેન્ક તરફથી કહેવામા આવ્યુ છે કે ગંભીર આર્થિક સ્થિતિમાં વાસ્તવિક ઘરેલુ આવકમાં સતત બે વર્ષોમાં ઘટાડો આવશે, 1960ના દાયકામાં રેકોર્ડ શરૂ થયા બાદ આવુ પહેલીવાર બન્યુ છે. 


રશિયાની કાર્યવાહી જવાબદાર - બેન્ક ઓફ ઇંગ્લેન્ડ 
મહામારી અને યૂક્રેનમાં યુદ્ધના ખાદ્ય, ઇંધણ, ગેસ અને કેટલીય અન્ય વસ્તુઓની કિંમત સતત વધી રહી છે. ગવર્નર એન્ડ્ર્યૂ બેલીએ આર્થિક સંકટ અને ઉર્ઝા ઝટકા માટે રશિયન કાર્યવાહીઓને જવાબદાર ગણાવી છે. ડેલી મેઇલના રિપોર્ટ અનુસાર, આ ખબર આવ્યા પછી સામાન્ય લોકોમાં પણ ચિંતા વધી ગઇ છે. ઉર્જાની કિંમતો અર્થવ્યવસ્થાને પાંચ ત્રિમાસિક મંદીમાં ધકેલી દેશે. સકલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) 2023માં પ્રત્યેક ત્રિમાસિકમાં સંકોચાઇ જશે અને 2.1 ટકા સુધી નીચે  જશે. બેન્કે ગુરુવારે કહ્યું કે, - ત્યારબાદ વિકાસ ઐતિહાસિક માપદંડોથી બહુજ કમજોર છે, આ ભવિષ્યવાણી કરતા કે 2025 સુધી શૂન્ય કે થોડો વિકાસ થશે.


આ પણ વાંચો........ 


Monkeypox Cases : ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા ફેલાયો ફફડાટ, જાણો ક્યાં જિલ્લામાં નોંધાયો આ કેસ


Smartphone Sales: ભારતમાં 5G સ્માર્ટફોનના વેચાણમાં 163 ટકાનો વધારો, Samsung ટોચ પર પણ અન્યત્ર ચાઈનીઝ ફોનનું પ્રભુત્વ


Richa Chaddha And Ali Fazal Marriage: અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ક્યારે કરશે લગ્ન, જાણો સામે આવી નવી અપડેટ


RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે


WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............


Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ