Ali Fazal Richa Chaddha Marriage: છેલ્લા કેટલાક સમયથી અભિનેતા અલી ફઝલ અને રિચા ચઢ્ઢા તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. બંને વર્ષ 2020 માં એકબીજા સાથે લગ્ન કરવાના હતા, પરંતુ કોરોના મહામારીના કારણે તેઓ લગ્ન કરી શક્યા નહોતા. જોકે ફરી એકવાર બંન્નેના લગ્નના સમાચાર થયા છે.
આ મહિને લગ્ન થશે
પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે બંન્ને સપ્ટેમ્બરમાં એકબીજા સાથે લગ્ન કરી શકે છે. બંને તેમના લગ્નનું રિસેપ્શન મુંબઈ અને દિલ્હીમાં કરવાના છે. જો કે, આ અંગે બંને તરફથી કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
શું કહ્યું રિચા ચઢ્ઢા?
તાજેતરમાં જ મેશેબલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રિચા ચઢ્ઢાએ પોતાના લગ્ન વિશે કહ્યું હતું કે- 'જ્યારે પણ અમે લગ્ન કરવાનું વિચારીએ છીએ ત્યારે કોરોનાનો નવા વેરિઅન્ટ આવી જાય છે. 2020માં અમે એક સ્થળ પણ બુક કર્યું હતું, પરંતુ પ્રથમ લહેર આવી ગઇ હતી. ત્યારબાદ લોકડાઉન અને પછી વિનાશ. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ફરીથી અમને વિશ્વાસ થયો અને આ અંગે વાતચીત શરૂ થઇ. ભારતમાં બીજી લહેરનો અનુભવ ઘણો ખરાબ હતો.
આ ફિલ્મના સેટ પર પહેલીવાર મળ્યા હતા
અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2013માં આવેલી ફિલ્મ 'ફુકરે'ના સેટ પર પહેલીવાર મળ્યા હતા, ત્યારબાદ બંનેએ એકબીજાને દિલ આપી દીધું હતું. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી અલી ફઝલે વર્ષ 2019 માં રિચાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. જો કે હવે જોવાનું એ રહેશે કે આ બંને એકબીજા સાથે ક્યારે લગ્ન કરે છે.