Life On Moon: દુનિયામાં જાપાન બાદ હવે ચીન ટેકનોલૉજીમાં અગ્રેસર થઇ રહ્યું છે. દુનિયામાં ટેક્નોલોજી કેવી રીતે બદલાઈ રહી છે તેનું એક ઉદાહરણ હવે ચીને આપ્યુ છે. રિપોર્ટ છે કે, ભારતના પાડોશી દેશ ચીને એક ખાસ ટેકનોલૉજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધુ છે, જેની મદદથી ચીન જમીનને બદલે ચંદ્ર પર ઘરો બનાવવાનું વિચારી રહ્યું છે. 


ખાસ વાત છે કે, આ પહેલા અમેરિકા આ દિશામાં કામ કરી રહ્યું છે. હવે આ ચંદ્રની રેસમાં ચીન પણ સામેલ થઈ ગયું છે. ચીન 2030 સુધીમાં ચંદ્ર પર મનુષ્ય (અવકાશયાત્રીઓ) મોકલવા માંગે છે. ચાઈના ડેઈલીના એક રિપોર્ટમાં આ અંગે કહેવામાં આવ્યું છે કે, ચીન શરૂઆતમાં 3D પ્રિન્ટિંગનો ઉપયોગ ચંદ્ર પર ઘર અને બિલ્ડિંગો બનાવવા માટે કરશે. આ માટે ચીન રૉબોટિક ‘મેસન’ દ્વારા ચંદ્રની માટીમાંથી બનેલા ઇંટોનો ઉપયોગ કરશે.


ચંદ્ર પર ઘર બનાવવા માટે ચીન જુદા જુદા મિશન પર કામ કરી રહ્યું છે. 2020માં કરવામાં આવેલ એક મિશન ચાંગ'ઇ 5 (Chang'e 5) પહેલીવાર ચંદ્રની સપાટીથી ચીનમાં માટી લઇને આવ્યું હતુ. ચીને 2013માં ચંદ્ર પર લેન્ડિંગ કર્યું હતું અને હવે ચીનનું લક્ષ્ય 2030 સુધીમાં ચંદ્ર પર મનુષ્યનો પહોંચાડવાના છે. આ માટે ચીન અલગ અલગ Chang’e 6, Chang’e 7 અને Chang’e 8 જેવા મિશન ચલાવશે. ચાઈના ડેઈલી અનુસાર, Chang’e 8 મિશન ખાસ કરીને ચંદ્ર પર માનવ વસવાટ, ત્યાંનું વાતાવરણ અને ખનિજ રચના કેવી છે તેની માહિતી એકત્રિત કરશે. ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના એક વૈજ્ઞાનિકે જણાવ્યુ કે, જો આપણે ચંદ્ર પર લાંબો સમય જીવવા માંગતા હોઇશું તો આપણે ત્યાંની જગ્યા અનુસાર ચંદ્રની સપાટી પર સ્પેસ સ્ટેશન બનાવવા પડશે. ચીની મીડિયા અનુસાર, 2028 સુધીમાં ચીન ચંદ્ર પર બિલ્ડિંગો બનાવવાનું શરૂ કરી શકે છે.


ચંદ્ર પર આટલું છે તાપમાન - 
અત્યાર સુધી એવા કેટલાય રિપોર્ટ્સ આવી ચૂક્યા છે કે, જે ચંદ્ર પર જીવન જીવવાની સંભાવના દર્શાવે છે. ગયા વર્ષે DWનો એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચંદ્ર પર કેટલીક જગ્યાએ ખાડાઓ છે જ્યાં તાપમાન પૃથ્વી જેવું છે અને અહીં મનુષ્ય રહી શકે છે. જોકે, ચંદ્ર પરનું તાપમાન દિવસ દરમિયાન 280 ડિગ્રી સુધી જતુ રહે છે અને રાત્રે માઇનસ 250 ડિગ્રી સુધી જાય છે. હજુ આ અંગે સંશોધન ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં એવું બની શકે છે કે લોકો ચંદ્ર પર રહે.