Japan Hakuto-R Private Moon Mission: જાપાનનું (Japan) એક પ્રાઇવેટ મૂન મિશન મંગળવારે (25 એપ્રિલ) રાત્રે ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળ રહ્યુ. આ રીતે ચંદ્રની સપાટી પર પોતાનું લેન્ડર લેન્ડ કરવાનું જાપાનનું સપનું પણ રોળાઇ ગયુ છે. જાપાનનું આ સપનુ પુરુ નથી થઇ શક્યુ. જાપાનના લેન્ડરનું નામ હકુટો-આર મિશન (Hakuto-R Mission) હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, લેન્ડર રૉવર સ્પીડમાં લેન્ડ કરવાનો પ્રયાસથી દૂર્ઘટનાનો શિકાર થઇ ગયુ હતુ.
iSpace અધિકારીઓએ લાઇવ સ્ટ્રીમમાં જણાવ્યું કે, લેન્ડ રૉવર સાથે અમારો સંપર્ક તુટી ગયો, આપણે માનવું પડશે કે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ પૂર્ણ નથી કરી શક્યુ. જાપાની કંપનીના આ ઉપગ્રહને ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્પેસએક્સના ફાલ્કન-9 રૉકેટ દ્વારા ફ્લૉરિડાના કેપ કેનાવેરલથી લૉન્ચ કર્યો હતો.
સ્પેસએક્સ ફાલ્કન-9 રૉકેટથી કર્યુ લૉન્ચ -
સ્પેસએક્સ ફાલ્કન-9 રૉકેટથી લૉન્ચ થયા બાદ લગભગ એક મહિના પહેલા સ્પેસ જેટ મંગળવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. Hakoto-R એ ચંદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈએથી 6,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતા ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવાનું શરૂ કર્યુ હતુ.
લેન્ડિંગ દરમિયાન કૉમ્યૂનિકેશનમાં વિક્ષેપ પડ્યો, શરૂઆતમાં એવું લાગ્યુ કે રૉવર લેન્ડ કરશે, પરંતુ થોડા સમય બાદ તે ગુમ થઇ ગયુ, લેન્ડરને JAXA, જાપાનીઝ રમકડા કંપની ટૉમી અને સોની ગૃપની સાથે સંયુક્ત આરબ અમીરાતના ફૉર લિવર રાશિદ રૉવર દ્વારા ડેવપલ કરવામાં આવેલા ટુ વ્હીલર, બેસબૉલ, આકારના રૉવરની ડિઝાઇન કરવામાં આવી હતી.
આવતા વર્ષે પણ કરશે લૉન્ચ -
હાકોટો-આર મિશન (Hakuto-R Mission) 7.55 ફૂટ લાંબુ છે. આ 100 કિલોમીટરની ઊંચાઈએથી 6,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું હતું. જાપાનના પહેલા માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિંગ કરી ચૂક્યા છે.
આ ઉપરાંત ઈઝરાયેલ અને ભારત આ મામલે ફેઇલ રહ્યાં છે. ભારતનું વિક્રમ લેન્ડર પણ ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળ રહ્યુ હતુ. જાપાને આ મિશન સાથે જોડાયેલા બીજા યાનને આવતા વર્ષે એટલે કે 2024માં લૉન્ચ કરવાની યોજના બનાવી છે. એવી અપેક્ષા છે કે આવતા વર્ષે iSpace પોતાનું લેન્ડ રૉવર લાવશે.