Los Angeles Firing: અમેરિકાના કેલિફૉર્નિયામાં એક કાર્યક્રમ દરમિયાન અંધાધૂન ફાયરિંગ થયુ છે. ખરેખરમાં, લૉસ એન્જેલસમાં કાર્યક્રમ સ્થળ પર ચીની ચંદ્ર નવા વર્ષ પર સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, આ દરમિયાન ફાયરિંગની થયુ અને જેમાં કેટલાય લોકોને ગોળીઓ વાગી છે. ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે.


જાણકારી અનુસાર, ઘટના કેલિફૉર્નિયાના મૉન્ટેરી પાર્કમાં ઘટી, શવિવારે રાત્રે ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને મોરચો સંભાળ્યો. તમામ ઘાયલોને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. 


કહેવાઇ રહ્યું છે કે, ફાયરિંગ મોન્ટેરી પાર્કમાં આયોજિત ચીની ન્યૂ ઇયર સમારોહની જગ્યાની આસપાસ રાત્રે 10 વાગે થયુ. આ પહેલા શનિવારના દિવસે ન્યૂ ઇયર સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા.


મૉન્ટેરી પાર્ક લૉસ એન્જેલસ કાઉન્ટીનું એક શહેર છે, જે લૉસ એન્જેલસના ડાઉનટાઉનથી લગભગ 7 માઇલ (11 કિમી) ની દુરી પર છે. 


 


ગયા અઠવાડિયે પણ કેલિફૉર્નિયામાં ઘટી હતી ફાયરિંગની ઘટના, કેલિફોર્નિયામાં ગોળીબારમાં 6 મહિનાના બાળક સહિત 6 લોકોના મોત -


Firing in California: સોમવારે વહેલી સવારે કેલિફોર્નિયામાં એક ઘરમાં બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. મૃતકોમાં 6 મહિનાનું બાળક અને તેની માતાનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ હુમલા અને મૃત્યુના આંકડાની પુષ્ટિ કરી છે. પોલીસે તેને લક્ષ્યાંકિત હુમલો ગણાવ્યો છે. હુમલામાં સંડોવાયેલી ટોળકી ડ્રગ્સ કે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાની આશંકા છે. પોલીસનું કહેવું છે કે સોમવારે વહેલી સવારે 3:30 વાગ્યે કેલિફોર્નિયાના જોક્વિન વેલીમાં તુલારે સાન શહેરમાં બે વ્યક્તિઓએ એક ઘર પર હુમલો કર્યો અને અનેક ગોળીબાર કર્યો.










iplayer_AV63c55dc1f1de1998f20af5e5-1674382281640Container" class="avp-source" tabindex="-1">



પોલીસ આવી ત્યાં સુધીમાં તોફાનીઓ ફરાર થઈ ગયા હતા


પોલીસના જણાવ્યા અનુસાર, સવારે તેને પાડોશીનો ફોન આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસ 7 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો અને લાશ પડી હતી. પોલીસે કહ્યું કે, અમને છ મૃતદેહ મળ્યા છે. અકસ્માત ખૂબ જ દુઃખદ છે. અમને સ્થળ પરથી 6 મહિનાના બાળક અને તેની 17 વર્ષની માતાના મૃતદેહ પણ મળ્યા છે. બંનેને માથામાં ગોળી વાગી હતી.


બે લોકોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો


પોલીસે જણાવ્યું કે હુમલામાં બે લોકો કોઈક રીતે બિલ્ડિંગની અંદર છુપાઈને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો ડ્રગ્સ સાથે જોડાયેલો હોવાનું જણાય છે. જે રીતે ગોળીઓ ચલાવવામાં આવી છે અને લોકોને નિશાન બનાવીને મારી નાખવામાં આવ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ટાર્ગેટ કિલિંગ છે અને પ્લાનિંગ સાથે આખા પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.


ડ્રગની દાણચોરીને કારણે હુમલાનો ભય


પોલીસનું કહેવું છે કે આ મામલામાં ડ્રગ્સનો એંગલ પણ છે કારણ કે એક અઠવાડિયા પહેલા નાર્કોટિક્સ વિભાગે નાર્કોટિક્સ શોધવા માટે જ્યાં હુમલો થયો હતો તે ઘર પર દરોડો પાડ્યો હતો. આવી સ્થિતિમાં શક્ય છે કે હુમલાખોર ગેંગ અહીંથી પુરાવાનો નાશ કરવા માંગે છે. તેણે આ જ હેતુથી હુમલો કર્યો હોવો જોઈએ. પોલીસ હાલ તમામ એંગલથી તપાસ કરી રહી છે.


ગોળીબાર કરીને હત્યા એ અમેરિકામાં મોટી સમસ્યા છે


યુનાઇટેડ સ્ટેટ્સમાં ફાયરિંગ દ્વારા મૃત્યુ એક મોટી સમસ્યા બની ગઈ છે. વર્ષ 2021માં લગભગ 49,000 લોકો બંદૂકની ગોળીથી મૃત્યુ પામ્યા, જેમાંથી અડધાથી વધુ આત્મહત્યા હતી. દેશમાં વસ્તી કરતા વધુ હથિયારો છે. ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ ઓછામાં ઓછું એક બંદૂક ધરાવે છે અને લગભગ બે પુખ્તમાંથી એક વ્યક્તિ હથિયાર સાથે ઘરમાં રહે છે.