Classified Documents: યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દેશના રાષ્ટ્રપતિ જો બાઈડેનના ડેલાવેર નિવાસસ્થાનની અચાનક જ તપાસ કરી હતી. એજન્સીને બાઈડેનના ઘરે સર્ચ દરમિયાન 6 ગોપનીય દસ્તાવેજો જપ્ત કરતા સનસનાટી મચી જવા પામી છે. આ સાથે એજન્સીએ બાઈડેનના હાથે લખેલા કાગળો પણ કબજે લીધા હતા. રાષ્ટ્રપતિના વકીલે શનિવારે રાત્રે એક નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ સર્ચ ઓપરેશન 13 કલાક સુધી ચાલ્યું હતું.


રાષ્ટ્રપતિ જો બાઈડેને 1973 થી 2009 સુધી ડેલવેરનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે બાઈડેને 2009 થી 2017 સુધી ઓબામા વહીવટમાં ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જો બાઈડેનના ઘરેથી આ બંને કાર્યકાળ સંબંધિત કેટલાક ગોપનીય દસ્તાવેજો લીધા છે.


રાષ્ટ્રપતિ બાઈડેને આ તપાસને આપી હતી મંજુરી 


બાઈડેનના વકીલ બૌરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેને પોતે ન્યાય વિભાગને તેમના વાઇસ પ્રેસિડેન્ટ દરમિયાન સંભવિત રેકોર્ડ્સ અને ગોપનીય દસ્તાવેજો માટે તેમના ઘરની તપાસ કરવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને હાલમાં જ કહ્યું હતું કે, તેમના ઘર અને અગાઉની ઓફિસમાંથી મળેલા ગોપનીય દસ્તાવેજો અંગે તેમને કોઈ અફસોસ નથી. તેમજ આ મામલો ઉકેલાઈ જશે તેવો વિશ્વાસ છે.


લિવિંગ રૂમથી લઈ ગેરેજ સુધી સર્ચ ઓપરેશન


રાષ્ટ્રપતિના ઘરમાં સવારે 9.45 થી રાતના 10.30 વાગ્યા સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન ન્યાય વિભાગ અને રાષ્ટ્રપતિની કાનૂની ટીમો અને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા. અહેવાલો અનુસાર સર્ચ ઓપરેશન બાઈડેનના લિવિંગ એરિયાથી લઈને છેક ગેરેજ સુધી હાથ ધરવામાં આવ્યું હતું. એજન્સીને સર્ચમાં ઈન્ટેલિજન્સ ફાઈલોથી લઈને કેટલીક અન્ય લખેલી નોંધો મળી હતી.


વકીલોની સૂચનાઓનું પાલન કરતા બાઈડેન 


રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે, વર્ગીકૃત દસ્તાવેજો ખોટી જગ્યાએ મળી આવ્યા બાદ તેઓ તેમના વકીલોની સૂચનાઓનું પાલન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, દસ્તાવેજો મળી આવ્યા બાદ તેઓને તરત જ નેશનલ આર્કાઇવ્ઝમાં મોકલવામાં આવ્યા હતા. આ ગોપનીય દસ્તાવેજો જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વ્હાઇટ હાઉસ રીતસરનું બચાવની સ્થિતિમાં છે. 


War: રશિયાએ સીઝફાયર કર્યું તો અમેરિકાએ કર્યો કટાક્ષ, કહ્યું- આ બધુ ઓક્સિજન લેવા માટેની.......


અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર કટાક્ષ કર્યો છે, તેમને તેમના સીઝફાયરની મજાક ઉડાવતા કહ્યું કે, યૂક્રેનના હુમલાથી ત્રસ્ત થઇને તે સીઝ ફાયર દ્વારા પોતાનો ઓક્સિજન શોધી રહ્યાં છે.


બાઇડેનનું આ નિવેદન પુતિનના તે નિવેદનના ઠીક બાદ આવ્યું છે, જેમાં તેમને રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે દિવસ સુધી સીઝફાયરનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું કે, સીઝફાયર એટલા માટે કરવામાં આવી રહ્યું છે  કેમકે રશિયન ઓર્થૉડૉક્સ ક્રિસમસનો તહેવાર મનાવવા જઇ રહ્યા છે.