જાપાન:શનિવારે રાત્રે જાપાનમાં 7.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભાયો. જો કે આટલી તીવ્રતા હોવા છતાં પણ હજું સુધી કોઇ ભારે નુકસાનના સમાચાર નથી મળ્યાં. જુઓ ભૂકંપ સમયની તસવીર અને વીડિયો

શનિવારે રાત્રે જાપાનમાં 7.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભાયો. ભૂકંપનું એપિસેન્ટર સમુદ્રના ઊંડાણમાં હોવાથી નુકસાન નથી થયું. ભૂકંપમાં ભારે નુકસાનના કોઇ સમાચાર નથી. ભૂકંપમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.



જાપાનમાં બહુ લાંબા સમય બાદ આટલી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આજથી 10 વર્ષ પહેલા જાપાનમાં આટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે ન્યૂક્લિયર પ્લાન્ટને નુકસાન થયું છે કે, નહી તેની ચકાસણી કરાઇ છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ હાલ પ્લાન્ટમાં કોઇ મોટા નુકસાનના સમાચાર નથી મળ્યાં.

ભૂકંપ આવ્યાના થોડા જ સમય બાદ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. અને ભૂકંપ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ભૂંકપની ટોકિયોમાં  સામાન્ય અસર જોવા મળી હતી.

ભૂકંપની ઘટના બાદ સુનામીની કોઇ ચેતાવણી નથી અપાઇ પરંતુ તંત્ર એલર્ટ થઇ ગયું છે. ભૂકંપનો આંચકો જે વિસ્તારમાં અનુભવાયો છે. ત્યાથી ફુકુશિમાંનો   પરમાણુ પ્લાન્ટ ખૂબ જ નજીક થાય છે. જેના કારણે આ વિસ્તારમાં હાઇએલર્ટ અપાયું છે.


શનિવારે રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો કે ભૂકંપના પગલે મકાનોમાં સામાન્ય નુકસાન થયાના સમાચાર છે. ભૂંકપના આંચકાના કારણે રાત્રે વીજળી ગુલ થઇ જતાં અંધારપટ્ટ છવાઇ ગયો છે.

.