નવી દિલ્હીઃ અમેરિકન સરકારે ભારતને સશસ્ત્ર ડ્રોન આપવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે અમેરિકા ભારતને ઇન્ટિગ્રેટિડ એર એન્ડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચવાની પણ ઓફર આપી છે. જેનાથી ભારતની સૈન્ય ક્ષમતાઓમાં વધારો થાય અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા કરવામાં મદદ મળી શકે.
એટલું જ નહી ચીનની વધતી સૈન્ય તાકાત ભારત માટે ચિંતાનો વિષય છે. આ સાથે ભારત એશિયામાં સંતુલન શક્તિ સ્થાપિત કરવામાં પણ અમેરિકા માટે મદદરૂપ સાબિત થશે. અધિકારીઓના મતે ટ્રમ્પ સરકાર પોતાની સૌથી શ્રેષ્ઠ સૈન્ય ટેકનોલોજી ભારતને ઓફર કરવા માટે પુરી રીતે તૈયાર છે. વ્હાઇટ હાઉસના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, અમેરિકાએ ભારતને સૈન્ય ડ્રોન વેચવાની મંજૂરી આપી છે. અમે ભારતને ઇન્ટિગ્રેટિડ એર એન્ડ મિસાઇલ ડિફેન્સ ટેકનોલોજીની ઓફર આપી છે.
અમેરિકાએ ભારતને સશસ્ત્ર ડ્રોન વેચવાની આપી મંજૂરી, મિસાઇડ ડિફેન્સ સિસ્ટમની કરી ઓફર
abpasmita.in
Updated at:
08 Jun 2019 06:24 PM (IST)
આ સાથે અમેરિકા ભારતને ઇન્ટિગ્રેટિડ એર એન્ડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચવાની પણ ઓફર આપી છે. જેનાથી ભારતની સૈન્ય ક્ષમતાઓમાં વધારો થાય અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા કરવામાં મદદ મળી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -