યૂક્રેનનાં વિન્નિત્સા શહેરમાં રહેતા 24 વર્ષના એલેક્ઝેંડર કોંડ્રાટ્યૂકે બે વર્ષ પહેલાં દાદી સાથે લગ્ન કર્યાં હતાં કે જેમની ઉંમર અત્યારે 81 વર્ષ છે. યૂક્રેનમાં 18 વર્ષથી 26 વર્ષના યુવકોએ લશ્કરમાં ફરજિયાત સેવા આપવી પડે છે અને દરેક યુવકે એક વર્ષ લશ્કરમાં કામ કરવું જરૂરી હોય છે.
એલેક્ઝેંડર લશ્કરમાં ભરતી થવા ઈચ્છતો ન હતો તેથી તેણે પોતાની દાદી સાથે લગ્ન કરી લીધાં. 2017માં તેને લશ્કરમાં ભરતી થવા માટે પત્ર મળ્યો હતો. કાયદાકીય જોગવાઈ પ્રમાણે, વ્યક્તિ પર કોઈ વ્યક્તિને સંભાળવાની જવાબદારી હોય તો તેને લશ્કરમાં ભરતી થવામાંથી છૂટ મળી શકે.
એલેક્ઝેંડરે પોતાની પિતરાઈ બહેન એટલે કે ફોઈની દીકરીની દાદી જિનાઈડા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તે સમયે યુવક 22 વર્ષનો અને દાદી 79 વર્ષના હતા. પોલીસને પહેલાં તો છેતરપિંડીની શંકા ગઈ પણ આ મામલે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે યુવકે ખરેખર લગ્ન કર્યા છે.