નવી દિલ્હીઃ વિશ્વભરમાં લોકો ફટાકડા ફોડવાનો શોધ ધરાવે છે. પરંતુ જો ફટાકડો શોખ માથે ચડી જાય તો તે પણ ભારે પડી શકે છે. આવું જ કંઈક સ્કોટલેન્ડમાં થયું છે. અહીં એક સનકી સ્કોટિશ વ્યક્તિએ પોતાના પ્રાઈવેટ પાર્ટથી રોકેટ છોડવાનો પ્રયત્ન કર્યો, જે તેને ભારે પડી ગયો. રોકેટમાંથી બહાર નીકળતી આગના કારણે યુવક દાઝી ગયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં બે યુવાન જોવા મળે છે. જેમાં એક યુવાન પોતાના પ્રાઈવેટ પાર્ટ પર રૉકેટ લગાવે છે અને બીજો તેને સળવાગે છે. રૉકેટમાંથી નીકળેગી આગથી યુવાન બહુ દાઝી જાય છે અને ભાગવા લાગે છે, ત્યારે જ રૉકેટા ફાટે છે.



રૉયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ એક્સિડેન્ટ ના સ્પોક્સ પર્સને ધ સનને જણાવ્યું કે, અમે ફટાકડા ફોડવા માટે એક ગાઇડ લાઇન બનાવી છે, જેથી કોઇને કઈં નુકસાન ન થાય. પરંતુ આ વીડિયો ચિંતાજનક છે. ફટાકડા સાથે આવા પ્રકારના અખતરા ન કરવા જોઇએ. જોકે આ વીડિયો સ્કોટલેન્ડનો જ છે કે નહીં તેની તપાસ ચાલુ છે.