Colorado Springs Shooting: અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ્સ ગે ક્લબ(Colorado Springs gay club)માં રવિવારે ફાયરિંગ થયું હતું. જેમાં 23 લોકોને ગોળી વાગી હતી, જેમાં 5ના મોત થયા છે. બીએનઓ ન્યૂઝે આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલોરાડો સ્પ્રિંગ્સમાં એક ગે નાઈટ ક્લબમાં રવિવારે રાત્રે એક બંદૂકધારીએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.






આ મામલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં ક્લબ ક્યૂની બહારના રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત અને એમ્બ્યુલન્સ દેખાય છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘટનામાં ઘણા લોકોને ગોળી વાગી છે અને ઘણા લોકોના મોત થયા છે. ક્લબ ક્યૂ - જ્યાં આ ઘટના બની હતી, તે પોતાને ગે અને લેસ્બિયન નાઈટક્લબ તરીકે વર્ણવે છે.


ટ્રાન્સજેન્ડર ડે ઓફ રિમેમ્બરન્સ પર હુમલો



આ હુમલો ટ્રાન્સજેન્ડર ડે ઓફ રિમેમ્બરન્સ (TDOR) પર થયો હતો. ટ્રાન્સફોબિયાના પરિણામે મૃત્યુ પામેલા કોઈપણને યાદ કરવા દર વર્ષે 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.


આરોપી પહોંચની બહાર


અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંદૂકધારીએ સ્નાઈપર રાઈફલનો ઉપયોગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. બંદૂકધારીનો હેતુ અને ફાયરિંગમાં કેટલા લોકો ઘાયલ થયા તેની માહિતી હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. આરોપી પોલીસ પકડની બહાર છે. અમેરિકામાં આવી ઘટનાઓ વધી રહી છે. આ પહેલા 16 નવેમ્બરે કોલંબિયાના ક્લબ રોઝ ગોલ્ડમાં પણ ગોળીબાર થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 


નોંધપાત્ર વાત એ છે કે અમેરિકામાં ભાગ્યે જ એવો કોઈ મહિનો હશે, જ્યારે અમેરિકામાંથી કોઈ સામૂહિક ગોળીબારના સમાચાર ન હોય. અમેરિકાની લોકપ્રિય ગન કલ્ચર હવે તેના માટે ખરાબ પરિણામ આપી રહ્યું છે.  આ વર્ષે અત્યાર સુધીમાં અનેક નિર્દોષોના જીવ ગયા છે. 14 નવેમ્બરના રોજ, વર્જિનિયા યુનિવર્સિટીમાં એક અજાણ્યા હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. છેલ્લા કેટલાક મહિનામાં આવી ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.


અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ્સ ગે ક્લબ(Colorado Springs gay club)માં રવિવારે ફાયરિંગ થયું હતું. જેમાં 23 લોકોને ગોળી વાગી હતી, જેમાં 5ના મોત થયા છે.