Marriage fraud in Indonesia: ઈન્ડોનેશિયામાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અહીં એક યુવકની પત્ની સ્ત્રીમાંથી પુરુષમાં પરિવર્તિત થઇ ગઈ. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી. લગભગ એક વર્ષ સુધી પ્રેમ સંબંધો રહ્યાં હતા. બંનેના લગ્ન 12 એપ્રિલના રોજ થયા હતા, પરંતુ લગ્નના 12 દિવસ બાદ જે ખુલાસો થયો તે યુવક ભૂલી શકતો નથી. તે સ્ત્રી નહીં પણ પુરુષ હોવાનું બહાર આવ્યું. 


યુવકના કહેવા પ્રમાણે, શરૂઆતથી જ તેની પત્નીએ મોઢું ઢાંકીને કપડાં પહેરવાનો આગ્રહ રાખ્યો હતો, તેથી શરૂઆતમાં તેની ખબર ના પડી, જ્યારે તેને લગ્નની સુહાગરાત મનાવવાની કોશિશ કરી તો તેને બહાનું બનાવીને માંડી વાળ્યું હતુ, ત્યારપછી યુવકને શંકા ગઇ અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 


સોશ્યલ મીડિયા પર થયો હતો પ્રેમ 
સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટ અનુસાર, 26 વર્ષીય યુવક એકેનો સોશ્યલ મીડિયા પર એક યુવતી સાથે પરિચય થયો હતો. આ સિલસિલામાં તે આદિંડા કંજા નામની યુવતીને એક વર્ષથી ડેટ કરતો રહ્યો. ગયા મહિને જ એકે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પ્રેમ સંબંધ દરમિયાન આ કથિત યુવતીએ કહ્યું હતું કે તે અનાથ છે, આથી લગ્ન સાદાઇથી થવું જોઈએ. 


રિપોર્ટ અનુસાર, એકેએ 12 એપ્રિલના રોજ એક નાનકડા સમારંભમાં લગ્ન કર્યા હતા, પરંતુ 12 દિવસ સુધી તેને ખબર નહોતી કે તેને જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તેનું લિંગ શું છે. તે છોકરી નહીં પરંતુ અસલમાં એક છોકરો હતો. પીડિત યુવકએ દાવો કર્યો હતો કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને છોકરો તેની સાથે પૈસાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કંજાએ પોતાને ઈસ્લામના કટ્ટર અનુયાયી ગણાવ્યા અને હંમેશા હિજાબ પહેરેલો રાખ્યો હતો. મોટાભાગે તે પોતાનો ચહેરો ઢાંકતી રહેતી. કંજાએ લગ્ન માટે દહેજ તરીકે 5 ગ્રામ સોનું પણ લાવ્યું હતું, પરંતુ તેણીએ તેને લગ્નની નોંધણી ના કરાવવા માટે સમજાવી દીધો હતો.


આ રીતે થયો સમગ્ર મામલાનો ખુલાસો 
લગ્ન પછી તેણે 12 દિવસ સુધી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો, જેના કારણે કોઈ તેને ઓળખી શક્યું ના હતું. જ્યારે એકે તેની નજીક જવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણીએ ના પાડી, ક્યારેક માસિક સ્રાવનું બહાનું આપીને અને ક્યારેક અસ્વસ્થ હોવાનું બહાનું આપીને તમામ વસ્તુઓની ટાળતી રહી. જોકે, શંકા વધી જતાં એકેએ તે જગ્યાની તપાસ શરૂ કરી જ્યાં તેણીએ અનાથ હોવાની માહિતી આપી હતી, ત્યારે ખબર પડી કે તે અનાથ નથી, તેણીનો પરિવાર પણ છે અને તે છોકરી નથી છોકરો છે. આ જાણીને એકેના પગ નીચેથી જમીન સરકી ગઈ. એકેએ દાવો કર્યો છે કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.