વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જો બાઇડેન સામે કારમી હાર થઈ પછી એવી વાતો વહેતી થઈ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની પત્નિ મેલાનિયા ટ્રમ્પને ડિવોર્સ આપવાનો નિર્ણય લઈ ચૂકી છે. ટ્રમ્પની પત્ની મેલાનિયાની ભૂતપૂર્વ સાથીના હવાલાથી મીડિયાએ દાવો કર્યો છે કે મેલાનિયા ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પનો સાથ છોડી શકે છે.


ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે મેલાનિયા ટ્રમ્પની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કૉફે દાવો કર્યો છે કે, મેલાનિયા ડિવોર્સ અંગેના કરારને મુદ્દે ટ્રમ્પ સાથે વાટાઘાટો કરી રહ્યાં છે. મેલાનિયાએ પોતાના દીકરા બેરનની કસ્ટડીની સાથે ટ્રમ્પની સંપત્તિમાં બરાબરના હિસ્સાની માંગણી કરી હોવાનો દાવો પણ વોલ્કૉફે કર્યો છે. તેના આક્ષેપ પ્રમાણે તો, અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને મેલાનિયાના અલગ-અલગ બેડરૂમ છે. તેમણે ટ્રમ્પ અને મેલાનિયાના લગ્નને સગવાડિયાં ગણાવી દીધા.

મેલાનિયા ટ્રમ્પ ડિવોર્સ લેવા માગે છે એ માટે ચોક્કસ કારણ બહાર આવ્યું નતી પણ જાત જાતની અફવાઓ ચાલી રહી છે. ટ્રમ્પનું મેલાનિયા સાથેનું વર્તન ખરાબ હતું અને તે સતત મેલાનિયાને અપમાનિત કરતા હતા એ કારણ અપાય છે તો મેલાનિયાના કોઈની સાથેના સીક્રેટ અફેરની પણ વાતો છે. ટ્રમ્પની લફારાંબાજીથી મેલાનિયા કંટાળી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે પણ સાચું કારણ કોઈને ખબર નથી.

ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ રાજકીય સાથી ઓમારોસા મેનિગોલ્ટ ન્યૂમેન એ દાવો કર્યો કે ટ્રમ્પ અને મેલાનિયાના 15 વર્ષ જૂનું લગ્નજીવન હવે ખત્મ થઇ ગયું છે. તેમણે કહ્યું કે મેલાનિયા દિવસો ગણી રહ્યાં અને ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાંથી નિકળશે એ સાથે મેલાનિયા તેમને છૂટાછેડા આપી દેશે. તેમણે કહ્યું કે મેલાનિયા ટ્રમ્પ સામે બદલો લેવા માટે હવે કોઇ રસ્તો શોધી રહ્યા છે.

ટ્રમ્પે જ્યારે પોતાની બીજી પત્ની માર્લા મેપલ્સની સાથે લગ્નને તોડયા હતા ત્યારે કરાર અનુસાર માર્લાએ કોઇપણ મીડિયાને ઇન્ટરવ્યુ આપવા કે કોઇપણ પુસ્તકને પબ્લિશ ના કરવા અંગે કરાર કર્યો હતો. મેલાનિયા સાથે પણ ટ્રમ્પ આવો કરાર કરે તેવી શક્યતા છે.