નવી દિલ્હીઃ દુનિયામાં કેટલીય એવી વિચિત્ર ઘટનાઓ ઘટે છે, જેમાં લોકોને માનવુ પણ શકભર્યુ લાગે છે. આવી જ એક ઘટના મેક્સિકોમાં ઘટી છે, અહીં એક મૃત બાળકી પોતાના મોત બાદ ફરીથી બેઠી થઇ અને અચાનક બૂમો પાડવા લાગતા લોકો ડરી ગયા હતા. આ ઘટનામાં સંબંધીઓ અને ડૉક્ટરો અચંબિત થઇ ગયા હતા. કહેવાય છે કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. ખરેખરમાં આ એક ભૂલ છે જે મેક્સિકોમાં રહેતા ડોક્ટરો સાથે થઈ છે. તેમની પાસે સારવાર માટે આવેલી એક બાળકીને તેમણે મૃત જાહેર કરી હતી. પરંતુ બાળકી તેના અંતિમ સંસ્કાર સમયે જ જાગી ગઈ હતી.


મેક્સિકોમાં ઘટી આ ચોંકાવનારી ઘટના - 
ખરેખરમાં આ કિસ્સો મેક્સિકોનો છે અને 17 ઓગસ્ટ સામે આવ્યો હતો. અહીં મેક્સિકોમાં રહેતી ત્રણ વર્ષની કેમિલિયા રોક્સાનાને પેટમાં ઈન્ફેક્શન થયું હતું. જે બાદ તબીબોએ સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પરંતુ તેને મૃત જાહેર કર્યાના બાર કલાક પછી એક ચમત્કાર થયો. જ્યારે કેમેલિયાનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે જ તેની માતાને લાગ્યું કે તેની પુત્રી જાગી ગઈ છે. પરંતુ લોકોએ તેને ગેરસમજ ગણાવીને શબપેટી ખોલવા દીધી ન હતી. પરંતુ આખરે આ સત્ય બહાર આવ્યું. છોકરી ઊભી થઈ અને શબપેટીમાં બેઠી. મૃત્યુ બાદ જીવિત થવાને લોકો ચમત્કાર માની રહ્યા છે. 


ખરેખરમાં કેમિલિયા રોક્સાનાને પેટમાં ઈન્ફેક્શન થતાં સેલિનાસ ડી હિલ્ડલગો કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેમના હૃદયના ધબકારા બંધ થઈ જતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ પછી, માતા-પિતા રડતા રડતા તેમના બાળકને અંતિમવિધિમાં લઈ ગયા. પરંતુ અંતે શબયાત્રા બાદ અંતિમ સંસ્કાર દરમિયાન કેમિલિયા રોક્સાનાએ શબપેટીમાથી બહાર નીકળીને માં... માં... બૂમો પાડી તો બધા ડરી ગયા હતા. કેમિલિયા રોક્સાનાને જીવિત જોઇને માતા-પિતા ખુશ થયા હતા, જોકે, આ કિસ્સો બધા માટે એક ચોંકાવનારો બની ગયો હતો. 


 


આ પણ વાંચો....... 


Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......


India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ


નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ


School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત


Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો


Gujarat Election 2022 : કોંગ્રેસની મોટી જાહેરાતઃ જૂની પેંશન યોજના કરાશે લાગું, ખેડૂતો માટે પણ મોટી જાહેરાત