Satya Nadella Son Death: ભારતીય મૂળના અને માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્ર ઝૈન નડેલાનું નિધન થયું છે. ઝૈન નડેલાની ઉંમર 26 વર્ષની હતી. ઝૈન નડેલા સેરેબ્રલ પાલ્સી નામની બિમારીથી પિડાતા હતા. માઈક્રોસોફ્ટ કોર્પોરેશને જણાવ્યા પ્રમાણે CEO સત્ય નડેલા અને તેમની પત્ની અનુના પુત્ર ઝૈન નડેલાનું નિધન થયું છે. ઝૈન નડેલાની ઉંમર 26 વર્ષની હતી. એક અહેવાલ પ્રમાણે માઈક્રોસોફ્ટ કંપનીએ પોતાના એક્ઝીક્યુટીવ સ્ટાફને ઈમેલ કરીને જણાવ્યું હતું કે, જેન નડેલાનું નિધન થયું છે. નડેલા પરિવારને આ દુઃખ સહન કરવા માટે પ્રાર્થના.
દિવ્યાંગ લોકોના ઉપયોગ માટે પોતાની પ્રોડક્ટને કઈ રીતે વિકસીત કરવી તે ઝૈન નડેલાની સારવાર અને ઉછેર દરમ્યાન સત્ય નડેલાએ શીખ્યું હતું. સત્ય નડેલાએ એક વાર કહ્યું હતું કે, ઝૈનના જન્મ બાદ દરેક વસ્તુ બદલાઈ ગઈ હતી. હું કઈ રીતે વિચારું છું, લીડ કરું છું. કઈ રીતે લોકોને મળુ છું એ બધું બદલાઈ ગયુ હતું. ઝૈન નડેલાની સારવાર સીએટલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં થઈ હતી. આ હોસ્પિટલની સાથે સત્ય નડેલાએ સિએટલ ચિલ્ડ્રન સેન્ટર ફોર ઈન્ટીગ્રેટિવ બ્રેઈન રિસર્ચના ભાગ રૂપે, પીડિયાટ્રિક ન્યુરોસાયન્સિસમાં ઝૈન નડેલા એન્ડોવ્ડ ચેરની સ્થાપના કરી હતી.
આ ચિલ્ડ્રન હોસ્પિટલના સીઈઓ જેફ સ્પેરીંગે પોતાના બોર્ડમાં લખેલા મેસેજમાં કહ્યું હતું કે, ઝૈન પોતાના ઈલેક્ટ્રીક મ્યુઝિકની પસંદગી માટે યાદ રહશે. તેનું તેજસ્વી અને તાજગી ભરેલું સ્મિત પણ યાદ રહેશે.
સત્ય નડેલા મુળ ભારતના છે અને 2014થી દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ પદે કામ કરી રહ્યા છે. તેમની પત્નીનું નામ અનુપમા નડેલા છે. નડેલા દંપત્તીના કુલ 3 સંતાનો છે જેમાં હવે ઝૈન નડેલાનું અવસાન થયું છે.
આ પણ વાંચોઃ
કચ્છઃ નખત્રાણાના TPOએ શિક્ષકો પાસે છૂટ્ટા કરવા બદલ માંગ્યા રૂપિયા, ઓડિયો ક્લિપ વાયરલ