Taiwan Compulsory Military Service: ચીન અને તાઇવાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, તાજેતરમાં જ તાઇવાને પોતાની સૈન્ય તાકાતને લઇને કેટલાક ફેરફારો કર્યા છે, જે પ્રમાણે હવે તાઇવાનમાં ફરજિયાત સૈન્ય સર્વિસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાઇવાનની રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેને ફરજિયાત સૈન્ય સેવાને ચાર મહિના વધારીને એક વર્ષ કરવાની જાહેરાત કરી છે. 


તાઇવાને આ ફેંસલો દેશ પર ચીનથી વધતા ખતરાને ધ્યાનમાં રાખીને લીધો છે. રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેને જાહેરાત કરતા કહ્યું કે, તાઇવાનને ચીનથી વધતા ખતરા માટે તૈયાર રહેવાની જરૂર છે. 






સમાચાર એજન્સી એએફપી અનુસાર, તાઇવાની રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેને મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, - હાલમાં ચાર મહિનાની ફરજિયાત સૈન્ય સેવા ઝડપથી અને હંમેશા બદલતી સ્થિતિ (ચીનને લઇને) નિપટવા માટે પર્પાપ્ત નથી એટલે અમે 2024થી એક વર્ષની સૈન્ય સેવા લંબાવવાનો ફેંસલો કર્યો છે. 


 


USની ચીનને ખુલ્લી ચેતવણી, અમેરિકી સૈન્ય નંબર-1, તાઈવાન પર હુમલો કર્યો તો...


China-Taiwan Issue: ચીન અને તાઈવાન વચ્ચે વિવાદ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. ચીનનારાષ્ટ્રપતિ શી જિનપિંગ દુનિયા સમક્ષ પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કરી ચુક્યા છે. તેઓ જગજાહેર કહી ચુક્યા છે કે, તે તાઈવાન મુદ્દે કોઈ પણ હદ સુધી જઈ શકે છે,. જોકે, સામે પક્ષે અમેરિકાને તાઈવાનનું ખુલ્લુ સમર્થન છે. તાઈવાનના સમર્થનમાં ઉભેલુ અમેરિકા પણ આ મુદ્દાને નાકનો સવાલ માને છે. અમેરિકાએ તાઈવાન મામલે ચીનને સ્પષ્ટ ચેતવણી આપી છે.   


અમેરિકાના ટોચના સૈન્ય અધિકારીએ કહ્યુંં હતું કે, તાઈવાન પર હુમલો ચીન માટે એક 'રણનૈતિક ભૂલ' સાબિત થઈ શકે છે. અમેરિકાએ ચીનને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાંથી બોધપાઠ લેવાની સલાહ  આપી છે.


અમેરિકાનાજોઈન્ટ ચીપ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલેએ કહ્યું હતું કે, તાઈવાનની ઘેરાબંધી કરવી અને તેના પર હુમલો કરવો એક મુશ્કેલ કામ છે. તાઈવાનનો મોટાભાગનો પ્રદેશ એક પહાડી દ્વિપ છે. માટે તે એક ખુબ જ મુશ્કેલ સૈન્ય ઉદ્દેશ્ય છે. માટે ચીન પર પણ એટલુ જ જોખમ રહેશે. માટે તાઈવાન પર કાર્યવાહી એક સમજ્યા વગરની ભૂ-રાજનૈતિક ભૂલ હશે જેવી કે યુક્રેનમાં પુતિને કરી છે.