Tawang Clash: અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં 9 ડિસેમ્બરે ભારતયી અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ ગઇ. આ અથડામણમાં લગભગ 30 ભારતયી સૈનિકો મામૂલી ઇજા થતા ઘાયલ થયા છે. આ આખી ઘટના પર હવે અરુણાચલ ઇસ્ટના બીજેપી સાંસદ તપીર ગાઓ (BJP MP Tapir Gao)નુ નિવેદન સામે આવ્યુ છે. તેમને કહ્યું કે, ભારતીય સૈનિક (Indian Army) સીમાઓ પરથી એક ઇંચ પણ પાછળ નહીં હટે.
અરુણાચલ ઇસ્ટના બીજેપી સાંસદ તપીર ગાઓએ કહ્યું કે, - મેં સાંભળ્યુ છે કે ભારતીય પક્ષમાં કેટલીક ઇજાઓની સૂચના મળી છે, પરંતુ પીએલએને બહુજ વધુ ઇજા પહોંચી છે.... સીમાઓ પર ભારતીય સૈનિક એક ઇંચ પણ પાછળ નહીં હટે... આ ઘટના નિંદનીય છે......
'ભારત-ચીન સંબંધોને થશે નુકશાન' -
બીજેપી સાંસદ ગાઓએ કહ્યું ક,- જ્યારે મે 9મી ડિસેમ્બરની ઘટના વિશે સાંભળ્યુ તો મને દુઃખ થયુ, હું આની નિંદા કરુ છું, જો પીએલએ ભવિષ્યમાં આ રીતનુ કામ કરતી રહી તો ભારત-ચીન સંબંધોને નુકશાન થશે. આ રીતે સીમા ઘટનાઓ બન્ને દેશોના સંબંધો માટે ખરાબ છે. ભારત અને ચીનના સંબંધો સારા બનાવવા પર કામ કરવુ જોઇએ.
Arunchal Pardesh: તવાંગ સેક્ટરમાં ભારત-ચીન સેના વચ્ચે થઈ મારામારી....
India China Conflict: અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયાના સમાચાર છે. આ અથડામણ 9 ડિસેમ્બરે તવાંગ પાસે થઈ હતી. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. એબીપી ન્યૂઝના સૂત્રોના જણાવ્યા અનુસાર, અથડામણમાં 20 થી વધુ ચીની સૈનિકો ઘાયલ થયા છે. ઓક્ટોબર 2021માં અરુણાચલ પ્રદેશના યાંગસેમાં બંને દેશના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો.
સેનાના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું કે 9 ડિસેમ્બર 2022ના રોજ તવાંગ સેક્ટરમાં એલએસી પાસે PLA સૈનિકો સાથે અથડામણ થઈ હતી. અમારા સૈનિકો બહાદુરીથી લડ્યા. સામ-સામેની આ લડાઈમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, 6 જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે.
વધુ ચીની સૈનિકો ઘાયલ -
આ અથડામણમાં ભારતના 30થી વધુ જવાનો ઘાયલ થયા છે. ઘણા ચીની સૈનિકો પણ ઘાયલ થયા છે. જેની સંખ્યા વધુ છે. જોકે ભારતના કોઈ પણ સૈનિક ગંભીર નથી. આ અથડામણ બાદ ભારતના કમાન્ડરોએ શાંતિ સ્થાપવા માટે ચીનના કમાન્ડરો સાથે ફ્લેગ મીટિંગ કરી છે. જે બાદ બંને દેશના સૈનિકો પાછળ હટી ગયા હતા.
એજન્સી ANI અનુસાર, તવાંગમાં જ્યારે ચીની સૈનિકો સામ સામે આવ્યા ત્યારે ભારતીય સૈનિકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો. ઘાયલ થયેલા ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકો કરતા વધુ છે. ચીની લગભગ 300 સૈનિકો સાથે સંપૂર્ણ રીતે તૈયાર થઈને આવ્યા હતા, પરંતુ ભારતીય સૈનિકો પણ તૈયાર હતા. ચીને ભારતીય સૈનિકો તૈયાર રહેવાની અપેક્ષા નહોતી કરી.
ગલવાન પછી પ્રથમ મોટી અથડામણ -
15 જૂન, 2020ની ઘટના પછી આ પ્રકારની પ્રથમ ઘટના છે. ત્યારબાદ લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અથડામણમાં ચીનના ઘણા સૈનિકો પણ માર્યા ગયા હતા.
અરુણાચલ પ્રદેશમાં, બંને પક્ષો તવાંગ સેક્ટરમાં LAC સાથેના કેટલાક વિસ્તારોમાં તેમના દાવાઓની હદ સુધી વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. 2006 થી આ વલણ છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય અને ચીની સૈનિકો અવારનવાર સામસામે આવી જાય છે.
આ પહેલીવાર નથી જ્યારે અરુણાચલ પ્રદેશના આ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સામ-સામે આવી હોય. ઑક્ટોબર 2021 માં, આવી જ ઘટના બની હતી જ્યારે કેટલાક ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ યાંગસેમાં થોડા કલાકો માટે અટકાયતમાં લીધા હતા.